શોધખોળ કરો

Sachin Waze Case: સચીન વાઝેને 3 એપ્રિલ સુધી NIAની કસ્ટડી, કોર્ટમાં કર્યો આ મોટો દાવો

એન્ટીલિયા કેસમાં સ્પેશલ કોર્ટે સસ્પેન્ડેડ અધિકારી સચિન વાઝેને 3 એપ્રિલ સુધી NIA કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. કોર્ટમાં રિમાન્ડ પર સુનાવણી દરમિયાન મુંબઈ પોલીસના સસ્પેન્ડેડ અધિકારી વાઝેએ મોટો દાવો કર્યો છે. તેણે કહ્યું મને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે.

મુંબઈ:  એન્ટીલિયા કેસમાં સ્પેશલ કોર્ટે સસ્પેન્ડેડ અધિકારી સચિન વાઝેને 3 એપ્રિલ સુધી NIA કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. કોર્ટમાં રિમાન્ડ પર સુનાવણી દરમિયાન મુંબઈ પોલીસના સસ્પેન્ડેડ અધિકારી વાઝેએ મોટો દાવો કર્યો છે. તેણે કહ્યું મને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે.

વાઝેએ કહ્યું કે મારુ આ કેસમાં કંઈ લેવા દેવા નથી. હું કેસની તપાસ કરી રહ્યો હતો. આ કેસનો IO હતો. કેટલાક બદલાવ થયા અને 13 માર્ચે જ્યારે એનઆઈએની ઓફિસ ગયો તો મારી ધરપકડ કરવામાં આવી. આ બધી ઘટનાઓ પાછળ કેટલુક બેકગ્રાઉન્ડ છે. મારા બધુ જ જણાવવું છે.

સચિન વાઝેએ કહ્યું કે બધા કહી રહ્યા છે કે મે ગુનો સ્વિકારી લીધો છે, આ ખોટું છે. મે કોઈ ગુનો કબુલ્યો નથી. હુ માત્ર દોઢ દિવસ માટે આ કેસનો IO હતો. ક્રાઈમ બ્રાંચ એટીએસ બધા તપાસ કરી રહ્યા હતા.

તેમણે આગળ કહ્યું કે મે આ પહેલા પણ કોઈ ક્રાઈમ નથી કર્યો, મારો કોઈ રેકોર્ડ નથી. બાદમાં વાઝેએ કોર્ટમાં કહ્યું મારી કેટલીક વાતો કોર્ટના રેકોર્ડ પર લાવવી છે. તેના પર જજે કહ્યું કે તમે તમારા વકીલને પૂછો. વકીલ સાથે વાત કર્યા બાદ નક્કી થયું કે સચિન વાઝે લેખિતમાં  પોતાની વાત કોર્ટને સોંપશે.

એનઆઈએની દલીલ

એનઆઈએ દ્વારા રિમાન્ડની માંગ કરતા કોર્ટમાં કહેવામાં આવ્યું કે  સચિન વાઝે તપાસમાં સહયોગ નથી કરી રહ્યા. મનસુખ હત્યા મામલે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ સાથે સામ સામે બેસાડી પુછપરછ કરવી છે. આરોપી વાઝે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. ગાડીમાંથી રિકવર કરવામાં આવેલા ફોરેન્સિક એવિડન્સ સાથે મેચ કરવાના છે.
 
એનઆઈએના વકીલે કહ્યું કે આરોપીએ આ કેસના સીસીટીવી ડીવીઆરને ગાયબ કર્યું છે. ફાઈવ સ્ટાર હોટેલ બુક કરવા માટે 12 લાખ રુપિયા આપવામાં આવ્યા હતા. આ કેસે ન માત્ર મુંબઈ, મહારાષ્ટ્ર પરંતુ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. કારણ કે આ કાવતરાને એક પોલિસવાળાએ અંજામ આપ્યો છે.

સચિન વાઝેના વકીલની દલીલ

સચિન વાઝેના વકીલે કોર્ટમાં કહ્યું કે એનઆઈએ સાબિત કરે કે UAPA આ કેસમાં કઈ રીતે લાગી શકે છે. જિલેટીન સ્ટીક્સ ડેટોનેટર વગર બોમ્બ ન બની શકે. આ કેસ માત્ર ઈન્ડિવિઝ્યૂલ(અંબાણી)ને લઈને  છે, ના કે સમગ્ર સમાજ સામે. UAPA લગાવવા માટે જરૂરી છે કે સમાજને ખતરો હોય. આ કેસમાં દેશની અખંડતાને કોઈ નુકસાન નથી પહોંચી રહ્યું.

મુંબઈમાં 25 ફેબ્રુઆરીએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલા નજીકથી એક કારમાંથી વિસ્ફોટકો મળી આવ્યા હતા. એનઆઈએ દ્વારા વિસ્ફોટકો મળી આવવા મામલે સચિન વાઝે સામે બુધવારે ગેરકાનૂની ગતિવિધિઓ અધિનિયમની કલમો પણ લગાડવામાં આવી છે. એનઆઈએ વિસ્ફોટકોવાળી કારના માલિક મનસુખ હિરેનની હત્યા મામલે પણ તપાસ કરી રહી છે. મનસુખે હિરેનનો મૃતદેહ પાંચ માર્ચે થાણેમાં એક નહેરમાંથી મળ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોતVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
zomato:  ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
zomato: ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
સાવધાન! WhatsApp પર આવી રહ્યા છે ફેક લગ્નના કાર્ડ, બેંક ખાતા ખાલી કરી રહ્યા છે સાયબર ઠગ
સાવધાન! WhatsApp પર આવી રહ્યા છે ફેક લગ્નના કાર્ડ, બેંક ખાતા ખાલી કરી રહ્યા છે સાયબર ઠગ
Embed widget