Salman Khurshid Update: ઘર પર તોડફોડ અને આગ લગાવવાની ઘટના બાદ સલમાન ખુર્શીદે કહ્યું- શું હું હજુ પણ ખોટો છું?
કોગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રિય સલમાન ખુર્શીદના નૈનીતાલના ઘર પર તોડફોડ અને આગ લગાવવામાં આવી હતી.
Salman Khurshid Book Issue: કોગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રિય સલમાન ખુર્શીદના નૈનીતાલના ઘર પર તોડફોડ અને આગ લગાવવામાં આવી હતી. ઉપદ્રવીઓના હાથમાં ભાજપનો ઝંડો હતો અને તે સાંપ્રદાયિક નારા લગાવી રહ્યા હતા. આ હુમલા બાદ સલમાન ખુર્શીદે ફેસબુક પર લખ્યું કે શું હજુ પણ હું ખોટો છું? કુમાંઉના ડીજીઆઇ નીલેશ આનંદે કહ્યું કે આ મામલામાં રાકેશ કપિલ અને 20 અન્ય વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. આ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.
Uttarakhand: Some people vandalized residence of former Union Minister & Congress leader Salman Khurshid in Nainital today
— ANI (@ANI) November 15, 2021
"Rakesh Kapil & 20 others have been booked. Strict action will be taken against perpetrators," says DGI (Kumaun) Neelesh Anand
(Pics: Khurshid's FB page) pic.twitter.com/1gpQrioBxM
I've said (in my book) that people who do such things don't belong to Hindu religion. Hindu religion is a beautiful religion that has given a fantastic culture to this country & I'm proud of it. This attack is not on me but on Hindu religion: Congress leader Salman Khurshid pic.twitter.com/PPgnxXIo1w — ANI (@ANI) November 15, 2021
સલમાન ખુર્શીદે પોતાની પુસ્તક ‘સનરાઇઝ ઓવર અયોધ્યાઃ નેશનહુડ ઇન ઓવર ટાઇમ્સ’માં કથિત રીતે હિંદુત્વની તુલના આતંકવાદી જૂથો બોકો હરામ અને આઇએસઆઇએસ સાથે કરી છે. ત્યારબાદ ખુર્શીદ લોકોના નિશાન પર આવ્યા છે.
ભાજપે છેલ્લા દિવસોમાં કહ્યું છે કે કોગ્રેસ નેતાઓમાં હિંદુત્વ પ્રત્યે ધૃણા ભાવના છે અને આ માટે તેમને ગાંધી પરિવારથી સમર્થન મળે છે. જ્યારે સલમાન ખુર્શીદે પોતાનો બચાવ કરતા કહ્યું કે મે આ લોકોને આતંકવાદી કહ્યા નથી. મે ફક્ત એમ કહ્યું છે કે આ લોકો ધર્મને વિકૃત કરવામાં એક જેવા છે. હિંદુત્વએ સનાતન ધર્મ અને હિંદુ મતને કિનારે લગાવી દીધા છે તથા તેઓએ બોકો હરામ તથા એના જેવા બીજા સંગઠનોની જેમ આક્રમક વલણ અપનાવી લીધું છે.
પૂર્વીય કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે મે એમ કહ્યું છે કે આ તેની (બોકો હરામ જેવા સંગઠન) જેવા છે અને તેનો હિંદુ ધર્મ સાથે કોઇ લેવાદેવા નથી. હિંદુત્વને જે રીતે તેને માનનારા લોકોએ આગળ વધાર્યો છે તેનાથી ધર્મ વિકૃત થઇ રહ્યો છે.