શોધખોળ કરો
Advertisement
UP: કોગ્રેસના પ્રશાંત સામે મુલાયમસિંહે ઉતાર્યા આ દિગ્ગજ, રહી ચૂક્યા છે હિલેરી ક્લિંટનના સલાહકાર
લખનઉ: ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કૉંગ્રેસે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને કમાન સોંપી છે, જ્યારે રાજ્યમાં ફરીવાર સત્તા મેળવવા સમાજવાદી પાર્ટીએ હાવર્ડ યુનિવર્સિટીના જાણીતા પોલિટિકલ કંસલ્ટંટ સ્ટીવ જોર્ડિગને જવાબદારી સોંપી છે. અમેરિકામાં ડેમોક્રેટીક માટે ચૂૂંટણીની રણનીતિ ઘડનાર તેમજ રાજકીય સલાહકાર રહેલા જોર્ડિંગ આ પહેલા પણ સપાને વિભિન્ન મુદ્દાઓ પર સલાહ આપી ચુક્યા છે, પરંતુ હાલ તેમને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. જોર્ડિંગ હાર્વર્ડ કેનેડી સ્કૂલમાં પબ્લિક પોલિસી ભણાવે છે. તે 1980 ના દશકથી પ્રચારક,પ્રબંધક,રાજકીય સલાહકાર અને રણનીતિકાર રહ્યા છે.
જોર્ડિંગના ક્લાંયટ્સમાં અમેરિકી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર હિલેરી ક્લિંટન, પૂર્વ અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ અલ ગોર અને સ્પોનિશ પ્રધાનમંત્રી મૈરિયાનો રાજોય સહિતના સામેલ છે.સપા સરકારની કલ્યાણકારી યોજનાઓના પબ્લિસીટી કૈંપેનને ફરીવાર ડિઝાઈન કરવામાં આવ્યા છે. સમાજવાદી પેંશન યોજના પ્રમોટ કરવા માટે અભિનેત્રી વિદ્યા બાલનની પસંદગી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement