શોધખોળ કરો

Sanjay Raut: શિવસેના નેતા સંજય રાઉતની મુશ્કેલી, જાણો કયા કેસમાં કોર્ટે ફટકારી જેલની સજા

Sanjay Raut News: ભાજપ નેતા કિરીટ સોમૈયાની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલ માનહાનિના કેસમાં કોર્ટે શિવસેના (UBT) નેતા સંજય રાઉતને દોષિત ઠેરવ્યા છે.

Sanjay Raut Convicted: શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતની મુશ્કેલીઓ વધી ગઈ છે. ગુરુવારે (26 સપ્ટેમ્બર) કોર્ટે બીજેપી નેતા કિરીટ સોમૈયાની પત્ની મેઘના સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે. આ ઉપરાંત સંજય રાઉતને પણ 15 દિવસની જેલની સજા ફટકારવામાં આવી છે.

મુંબઈની શિવડી કોર્ટમાં આજે બીજેપી નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયાની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી પૂરી થયા બાદ કોર્ટે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતને આ મામલામાં દોષિત જાહેર કર્યા છે.

વાસ્તવમાં, સંજય રાઉતે મેધા પર 100 કરોડ રૂપિયાના ટોયલેટ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. મેધા સોમૈયાએ તેમના આરોપોને ફગાવી દીધા અને તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો.

શું છે સમગ્ર મામલો?

સંજય રાઉતે 12 એપ્રિલ, 2022ના રોજ શિવસેનાના મુખપત્ર સામના ઓનલાઈનમાં એક લેખમાં લખ્યું હતું કે, મેધા સોમૈયાએ મીરા-ભાઈંદર વિસ્તારમાં 16 શૌચાલય બનાવવાનો કોન્ટ્રાક્ટ લેવા માટે રાજકીય શક્તિનો ઉપયોગ કર્યો હતો. આ કોન્ટ્રાક્ટનો ઉપયોગ કરીને મેધા સોમૈયાએ 3 કરોડ 90 લાખ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું.

તેમનો લેખ બહાર આવ્યા બાદ આ મુદ્દો હેડલાઇન્સમાં હતો. તે સમયે મેધા સૌમૈયાએ શિવસેના સાંસદના લેખને લઈને કહ્યું હતું કે, આ લેખથી મને ઘણી માનસિક પીડા થઈ છે. આ પછી મારા બધા સંબંધીઓ અને મિત્રો મારી સામે શંકાની નજરે જોવા લાગ્યા છે. તે લોકોએ મને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું છે. આનાથી સમાજમાં મારી અને મારા પરિવારની બદનામી થઈ અને મારી ઈમેજ ખરાબ થઈ. આ લેખ પછી મને લોકો સામે આવવામાં શરમ આવવા લાગી છે. આનાથી મારી બદનામી થઈ.

તમને જણાવી દઈએ કે સંજય રાઉત શિવસેનાના સાંસદ છે. શિવસેનાના મુખપત્ર સામનામાં તેમનો લેખ પ્રકાશિત થયા પછી, એક ન્યૂઝ ચેનલે પણ સમાચાર ચલાવ્યા કે મેધા સોમૈયાએ શૌચાલય કૌભાંડ કર્યું છે. આ પછી કોર્ટે સંજય રાઉત વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.

આ પણ વાંચો...

Kutch: પાક યુવતીના પ્રેમમાં પાગલ કાશ્મીરી યુવક કચ્છ બૉર્ડર પાર કરવા જતાં ઝડપાયો, જઇ રહ્યો હતો પાકિસ્તાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વ્યારામાં ખાબક્યો સવા આઠ ઇંચ વરસાદ

Rain: વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

Maldives: ભારત સાથે દુશ્મની કરવી માલદીવને પડી ભારે, કર્મચારીઓને પગાર ચૂકવવાના નથી પૈસા

Gujarat Rain Live Updates: રાજ્યના ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે ભારે વરસાદ

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain News | ગુજરાતના આ ચાર જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ, જુઓ વરસાદની આગાહીAhmedabad Rain | અમદાવાદમાં વહેલી સવારથી વરસાદની બેટિંગ શરૂ | Abp AsmitaHun To Bolish | હું તો બોલીશ | કર્તવ્યનિષ્ઠાનું અજવાળુંHun To Bolish | હું તો બોલીશ | દવાનો બોગસ ડોઝ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વ્યારામાં ખાબક્યો સવા આઠ ઇંચ વરસાદ
Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વ્યારામાં ખાબક્યો સવા આઠ ઇંચ વરસાદ
Rain: વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Rain: વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Maldives: ભારત સાથે દુશ્મની કરવી માલદીવને પડી ભારે, કર્મચારીઓને પગાર ચૂકવવાના નથી પૈસા
Maldives: ભારત સાથે દુશ્મની કરવી માલદીવને પડી ભારે, કર્મચારીઓને પગાર ચૂકવવાના નથી પૈસા
Gujarat Rain Live Updates: રાજ્યના ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે ભારે વરસાદ
Gujarat Rain Live Updates: રાજ્યના ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે ભારે વરસાદ
Japan: શિગેરુ ઈશિબા બન્યા જાપાનના નવા PM,અગાઉ રહી ચૂક્યા છે દેશના સંરક્ષણ મંત્રી

Bhavnagar: ભાવનગરમાં ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઈ તામિલનાડુની બસ, 8 કલાકના દિલધકડ રેસ્કયુ બાદ લોકોને બચાવી લેવાયા

'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાથી 1.20 લાખથી વધુ વિદ્યાર્થીઓને થયો ફાયદો, 12 કરોડ કરતા વધુની ચૂકવાઇ સહાય

સરકારની લાલ આંખ!  Aadhaar અને  PAN કાર્ડના ડેટા લીક કરતી અનેક વેબસાઈટ કરી દીધી બ્લોક

Embed widget