શોધખોળ કરો

Kutch: પાક યુવતીના પ્રેમમાં પાગલ કાશ્મીરી યુવક કચ્છ બૉર્ડર પાર કરવા જતાં ઝડપાયો, જઇ રહ્યો હતો પાકિસ્તાન

Kutch News: પ્રેમમાં પાગલ યુવક કંઇપણ કરવા માટે તૈયાર થઇ જાય છે, તાજેતરમાં જ એકતરફી પ્રેમમાં પાગલ યુવકે સરહદ પાર યુવતીને મળવા માટે ખાસ પ્લાન બનાવ્યો હતો

Kutch News: પ્રેમમાં પાગલ યુવક કંઇપણ કરવા માટે તૈયાર થઇ જાય છે, તાજેતરમાં જ એકતરફી પ્રેમમાં પાગલ યુવકે સરહદ પાર યુવતીને મળવા માટે ખાસ પ્લાન બનાવ્યો હતો, જેનો પોલીસે પર્દાફાશ કરી દીધો છે. ખરેખરમાં, કાશ્મીરી યુવકે પાકિસ્તાની યુવતીને મળવા જવા માટેનો કચ્છ બૉર્ડર પાર કરવાનો પ્લાન બનાવ્યો હતો, જેને કચ્છ પોલીસે નાકામ કરી દીધો છે. 

તાજેતરમાં જ કચ્છમાંથી પોલીસે એક એકતરફી પ્રેમમાં પાગલ કાશ્મીરી યુવકે ઝડપી પાડ્યો છે. ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, કાશ્મીરમાં રહેતા એક યુવકને પાકિસ્તાની યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. કાશ્મીરી યુવક અને પાકિસ્તાની યુવતી સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે એકબીજાને મળ્યા અને બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આ સિલસિલામાં કાશ્મીરી યુવકે પોતાની પ્રેમિકાને સરહદ પાર મળવા જવાનો પ્લાન બનાવ્યો હતો. યુવક કાશ્મીરથી કચ્છ આવ્યો અને ત્યાંથી ખાવડા બૉર્ડર પાર કરીને પાકિસ્તાન જવાની ફિરાકમાં હતો, આવામાં બૉર્ડર ક્રૉસ કરવા પહોંચ્યો ત્યારે જ ખાવડા બસ સ્ટેશન પર સ્થાનિક પોલીસને શંકા જતાં પકડી પાડ્યો હતો. આમ આ સમગ્ર મામલાનો કચ્છ પોલીસે પર્દાફાશ કરી દીધો હતો.

બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા કરનાર ભારતીય જવાનનું થયું અપહરણ, BSFની ફટકાર બાદ પરત સોંપ્યો

સીમા સુરક્ષા બળ (BSF)એ મંગળવારે જણાવ્યું કે તેણે તેના બાંગ્લાદેશી સમકક્ષ BGB સમક્ષ આ બાબતને લઈને "કડક વિરોધ" નોંધાવ્યો છે કે તેના જવાનનું પશ્ચિમ બંગાળમાં ભારત બાંગ્લાદેશ સરહદ પર ગશ્ત દરમિયાન પડોશી દેશના "શરારતી તત્વોએ" 'અપહરણ' કરી લીધું. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બંને પક્ષો વચ્ચે 'ફ્લેગ મીટિંગ' બાદ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)એ જવાનને પરત સોંપ્યો. જવાનને 15-20 'બાંગ્લાદેશી શરારતી તત્વો'ના એક સમૂહે ત્યારે અપહરણ કરી લીધો હતો, જ્યારે તે પશ્ચિમ બંગાળના દિનાજપુર વિસ્તારમાં બિરાલ સરહદ નજીક નિયમિત ગશ્ત કરી રહ્યો હતો. BSFના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે, "શરારતી તત્વોએ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને BSF જવાનને જબરદસ્તીથી બાંગ્લાદેશમાં લઈ ગયા અને તેને BGBની હિરાસતમાં રાખવામાં આવ્યો."

BSFએ કહ્યું કે આ 'ખતરનાક' પરિસ્થિતિને લઈને BSFના ઉત્તર બંગાળ ફ્રન્ટિયર મહાનિરીક્ષકે 'તરત જ BGBના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રના ક્ષેત્રીય કમાન્ડરનો સંપર્ક કર્યો અને અપહૃત જવાનની તાત્કાલિક મુક્તિની માગણી કરી.' BSFના ઉત્તર બંગાળ ફ્રન્ટિયરનું મુખ્યાલય સિલીગુડીમાં સ્થિત છે. BSFએ કહ્યું કે તેણે "આ આક્રમક કૃત્યની નિંદા કરી છે અને બાંગ્લાદેશના શરારતી તત્વોની હરકતો વિરુદ્ધ ઔપચારિક વિરોધ નોંધાવ્યો છે." તેણે કહ્યું કે BSFએ "સરહદ પર શાંતિપૂર્ણ સંબંધો જાળવી રાખવાના મહત્વ પર ભાર મૂક્યો છે અને BGBને તેના નાગરિકોને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો નિર્દેશ આપવાની વિનંતી કરી છે." BSFએ કહ્યું, "BSF સરહદ પર "ઝીરો ફાયરિંગ"ની તેની નીતિ પ્રત્યે પ્રતિબદ્ધ છે અને બધાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે BGBનો સહયોગ માંગે છે." BSFએ કહ્યું કે તેણે 'તેના કર્મચારીની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા માટે સક્રિયપણે કામ કર્યું અને BGBએ સેક્ટર કમાન્ડર વચ્ચેની બેઠક બાદ જવાનને પરત કર્યો.' ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4,096 કિલોમીટર લાંબી સરહદ છે, જેની સુરક્ષા અનુક્રમે BSF અને BGB કરે છે અને પાંચ ઓગસ્ટના રોજ ઢાકામાં શેખ હસીના સરકારના સત્તાથી હટ્યા બાદથી ભારતીય બળો એલર્ટ પર છે.

આ પણ વાંચો

'પત્ની ભણેલી-ગણેલી હોય તો પણ મળવું જોઇએ ભરણપોષણ, ડિવોર્સ માંગવાથી ખત્મ નથી થતો અધિકાર'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: શાળાની પ્રગતિ માટે સંચાલકે ચડાવી બાળકની બલી, પોલીસે કરી 5 લોકોની ધરપકડ
Crime News: શાળાની પ્રગતિ માટે સંચાલકે ચડાવી બાળકની બલી, પોલીસે કરી 5 લોકોની ધરપકડ
Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વ્યારામાં ખાબક્યો સવા આઠ ઇંચ વરસાદ
Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વ્યારામાં ખાબક્યો સવા આઠ ઇંચ વરસાદ
Rain: વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Rain: વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Vadodara: વિશ્વામિત્રી નદી પરના દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પૂર બાદ લોકોમાં જોવા મળ્યો હતો રોષ
Vadodara: વિશ્વામિત્રી નદી પરના દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પૂર બાદ લોકોમાં જોવા મળ્યો હતો રોષ
Advertisement
ABP Premium

વિડિઓઝ

JPC Meeting |  JPCની બેઠક બની તોફાની, ઓવૈસી અને ગૃહમંત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલીAmbalal Patel Forecast | પહેલા નોરતે જ એક સિસ્ટમ થશે સક્રિય, વરસાદ બગાડશે ખેલૈયાઓની મજાGujarat Rain News | ગુજરાતના આ ચાર જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ, જુઓ વરસાદની આગાહીAhmedabad Rain | અમદાવાદમાં વહેલી સવારથી વરસાદની બેટિંગ શરૂ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: શાળાની પ્રગતિ માટે સંચાલકે ચડાવી બાળકની બલી, પોલીસે કરી 5 લોકોની ધરપકડ
Crime News: શાળાની પ્રગતિ માટે સંચાલકે ચડાવી બાળકની બલી, પોલીસે કરી 5 લોકોની ધરપકડ
Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વ્યારામાં ખાબક્યો સવા આઠ ઇંચ વરસાદ
Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વ્યારામાં ખાબક્યો સવા આઠ ઇંચ વરસાદ
Rain: વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Rain: વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Vadodara: વિશ્વામિત્રી નદી પરના દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પૂર બાદ લોકોમાં જોવા મળ્યો હતો રોષ
Vadodara: વિશ્વામિત્રી નદી પરના દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પૂર બાદ લોકોમાં જોવા મળ્યો હતો રોષ
નિવૃત્તિના માત્ર 10 કલાક જ  ડ્વેન બ્રાવોની IPL 2025મા વાપસી, KKRની જર્સીમાં જોવા મળશે ધાકડ ઓલરાઉન્ડર
નિવૃત્તિના માત્ર 10 કલાક જ ડ્વેન બ્રાવોની IPL 2025મા વાપસી, KKRની જર્સીમાં જોવા મળશે ધાકડ ઓલરાઉન્ડર
IND vs BAN: ભારત બાંગ્લાદેશ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશી ફેન સાથે મારપીટ, હોસ્પિટલમાં કરાયો ભરતી
IND vs BAN: ભારત બાંગ્લાદેશ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશી ફેન સાથે મારપીટ, હોસ્પિટલમાં કરાયો ભરતી
Maldives: ભારત સાથે દુશ્મની કરવી માલદીવને પડી ભારે, કર્મચારીઓને પગાર ચૂકવવાના નથી પૈસા
Maldives: ભારત સાથે દુશ્મની કરવી માલદીવને પડી ભારે, કર્મચારીઓને પગાર ચૂકવવાના નથી પૈસા
Gujarat Rain Live Updates: રાજ્યના ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે ભારે વરસાદ
Gujarat Rain Live Updates: રાજ્યના ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે ભારે વરસાદ
Embed widget