MAHARASHTRA : સંજય રાઉતનું વિવાદિત નિવેદન, કહ્યું “40 ધારાસભ્યોના મૃતદેહ મહારાષ્ટ્ર આવશે”
Maharashtra political crisis : મહારાષ્ટ્રમાં રાજકીય સંકટમાં હવે ધાક-ધમકી અને વિવાદિત નિવેદન આવવા લાગ્યા છે.
Mumbai : મહારાષ્ટ્રમાં રાજકીય સંકટમાં હવે ધાક-ધમકી અને વિવાદિત નિવેદન આવવા લાગ્યા છે. શિવસેનાના મોટા નેતા સંજય રાઉતે એકનાથ શિંદે ગ્રુપના 40 ધારાસભ્યો અનેગ વિવાદિત નિવેદન આપ્યું છે. પાર્ટીની એક સભાને સંબોધતા સંજય રાઉતે જાહેરમાં કહ્યું કે આ 40 ધારાસભ્યોના મૃતદેહ ગુવાહાટીથી આવશે અને મહારાષ્ટ્ર વિધાનસભા ગૃહમાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. સંજય રાઉતે કહ્યું કે આ 40 ધારાસભ્યોની આત્મા મારી ગઈ છે, માત્ર શરીર બચ્યા છે.
સંજય રાઉતના નિવેદન સામે સવાલો
શિવસેનાના મોટા નેતા સંજય રાઉતના આ વિવાદિત અને આપત્તિજનક નિવેદન સામે સવાલો ઉભા થયા છે. ઘણા રાજકીય નિષ્ણાંતોએ સંજય રાઉતના નિવેદનને વખોડ્યું છે. આ અંગે ABP સાથેની વાતચીતમાં એક નિષ્ણાંતે કહ્યું કે શિવસેનાના નેતાઓ દ્વારા આવા ઘણા નિવેદનો આપવામાં આવ્યાં છે. તો બીજા એક નિષ્ણાંતે કહ્યું કે જો આવું નિવેદન કોઈ અન્ય પાર્ટીના નેતાએ શિવસેના અંગે આપ્યું હોત તો FIR અને ઘણું બધું થયી ગયું હોત.
MVA સરકારના બે-ત્રણ દિવસની મહેમાન : દાનવે
કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ રવિવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં સત્તારૂઢ મહા વિકાસ અઘાડી માત્ર બેથી ત્રણ દિવસ ચાલશે. રાજ્યના એનસીપી પ્રધાન રાજેશ ટોપેની હાજરીમાં અહીં કૃષિ વિભાગના બિલ્ડિંગના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા, ભાજપના નેતાએ કહ્યું કે એમવીએએ બાકીના વિકાસ કાર્યોને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા જોઈએ કારણ કે ભાજપ ફક્ત બે થી ત્રણ દિવસ માટે વિરોધમાં રહેશે. . સમય ચાલી રહ્યો છે. આ સરકાર બે-ત્રણ દિવસ જ ચાલશે. ભાજપને આ બળવા સાથે કોઈ લેવાદેવા નથી. શિવસેનાના બળવાખોરો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેથી નારાજ છે કારણ કે એનસીપી અને કોંગ્રેસ દ્વારા વિકાસ ભંડોળ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની
મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. દરમિયાન, એવા સમાચાર છે કે ભાજપ પણ રાજ્યમાં સરકાર બનાવવા માટે સક્રિય થઈ ગઈ છે. આ પહેલા ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદે વચ્ચે મુલાકાતના અહેવાલ હતા. હવે એવા અહેવાલ છે કે શનિવારે મોડી રાત્રે આસામના મંત્રી અશોક સિંઘલ પણ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને મળવા માટે ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલ પહોંચ્યા હતા.