શોધખોળ કરો
જજોની નિમણૂંકમાં સરકારની ઢીલી નીતિ સામે સુપ્રિમની લાલ આંખ

નવી દિલ્લીઃ જજોની નિમણુંકમાં સરકરની ઢીલી નિતીથી સુપ્રીમ કોર્ટે નારાજગી દર્શાવી છે. સુપ્રિમે જણાવ્યુ હતુ કે 9 મહિના પહેલા કોલેજીયમ તરફથી નામ મોકલી આપવામાં આવ્યા છે. પરતુ સરકારે આ મુદ્દે કોઇ જ કાર્યવાહી નથી કરી. માત્ર કેટલાક નામને જ મંજૂરી આપી છે. જો કોઇ કારણોસર કાર્યવાહીમાં અડચણ આવી રહી છે તો નામોની યાદી ફેર વિચારણા માટે કોલેજીયમને મોકલી આપવી જોઇએ. શમાં હાઇકોર્ટમાં જજોની સંખ્ય 40 ટકા ઓછી છે. જેથી કોર્ટ રૂમ બંધ રાખવા પડે છે. સુપ્રિમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે એવું લાગી રહ્યુ છે કે સરકાર કોર્ટ સામે ટકરાવ કરી રહી છે. આ મામલે એટર્ની જનરલે જવાબ માટે સમય માગ્યો છે. જેની વધુ સુનાવણી 11 નવેમ્બરે હાથધરાશે.
વધુ વાંચો



















