શોધખોળ કરો
SC-ST એક્ટમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલવા માટે બીલ લોકસભામાં રજૂ કરાયું, આવતા અઠવાડીયે થશે ચર્ચા
નવી દિલ્હી: કેંદ્ર સરકારે આજે એસસી, એસટી એક્ટમાં અધિકારોની રક્ષા તથા તેઓને સુરક્ષા પ્રદાન કરવાને ધ્યાને લઇ કેન્દ્ર સરકારે આજે લોકસભામાં એક સંશોધન વિધેયક બિલ રજૂ કર્યું છે. આ સંબંધમાં છેલ્લાં દિવસોમાં સુપ્રિમ કોર્ટનાં એક નિર્ણયને લઇને સંબંધિત સમુદાયોએ ઘણો મોટો વિરોધ કર્યો હતો. ત્યારે આ વાતને ધ્યાને રાખીને સરકારે આ સંશોધન વિધેયક લઇને આવી છે કે જેમાં વિધેયકની તે મૂળ જોગવાઇને પુનર્સ્થાપિત કરી દીધેલ છે કે જેને આધારે આ જાતિઓનાં સભ્યોની વિરૂદ્ધ અત્યાચારનાં આરોપીની તુરંત ધરપકડ કરી શકાશે.
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવર ચંદ ગેહલોતે આજે સદનમાં આ વિધેયક રજૂ કર્યું. તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટે એવો નિર્ણય આપ્યો કે ગુનો કરવાનાં સંબંધમાં એફઆઇઆર રજિસ્ટર કરતા પહેલા પોલીસ ઉપાધીક્ષક દ્વારા એક પ્રારંભિક તપાસ કરવામાં આવશે અને આવા ગુનાઓનાં સંબંદમાં કોઇ વ્યક્તિની ધરપકડ પહેલાં કોઇ ઉચિત સત્તા પાસેથી પરવાનગી મેળવવી પડશે.
આ નિર્ણયે પૂર્વની કાયદાકીય જોગવાઇઓને નબળી કરી નાખી છે કે જે અનુસૂચિત જાતિ અને જનજાતિનાં સભ્યોને અત્યાચારથી સંરક્ષા અને સુરક્ષા પ્રદાન કરે છે. વિધેયકનાં ઉદ્દેશ્યો અને કારણોમાં એવું જણાવવામાં આવ્યું છે કે એક વાર જ્યારે તપાસ અધિકારી પાસે આ શંકા કરવાનું કારણ છે કે કોઇ ગુનો કરવામાં આવ્યો છે તો તે આરોપીની ધરપકડ કરી શકે છે. તપાસ અધિકારી જોડેથી ધરપકડ કરવી કે નહીં કરવી તેનો વિશેષ અધિકાર નહીં છીનવવામાં આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement