શોધખોળ કરો
Advertisement
યુદ્ધ જહાજ INS વિરાટ તોડવા પર સુપ્રીમની રોક, 30 વર્ષ સુધી નૌકાદળની વધારી શાન
અલંગ શિપયાર્ડમાં રહેલ INS વિરાટને તોડવા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન વિરાટને તોડવા પર સ્ટે આપી દીધો છે
અલંગ શિપયાર્ડમાં રહેલ INS વિરાટને તોડવા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન વિરાટને તોડવા પર સ્ટે આપી દીધો છે. એનવિટેક મરીન કંસલ્ટેંટ્સ લિમિટેડ નામની કંપનીએ આ જહાજને સંગ્રહાલય તરીકે ઉપયોગ કરવાની માગણી કરી હતી.
INS વિરાટ વર્ષ 1959માં બનાવવામાં આવ્યું હતું અને આ યુદ્ધ જહાજ વર્ષ 1987માં ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક યુદ્ધ જહાજે ભારતીય નેવીમાં ત્રીસ વર્ષ સુધી સેવા બજાવી હતી.
INS વિરાટ ભાવનગરના શ્રીરામ ગૃપે ઓનલાઇન ઓક્શનમાં રૂપિયા 38.54 કરોડની કિંમતે ખરીદ્યુ હતું. તેને અલંગમાં સ્ક્રેપ માટે તોડવાનું હતું પરંતુ તેને સંગ્રહાલય તરીકે વિકસાવવાની માંગ ઉઠી છે. હાલ તો સુપ્રીમ કોર્ટે INS વિરાટને તોડવા પર રોક લગાવી છે.
INS વિરાટને 1987માં બ્રિટિશ રોયલ નેવી પાસેથી ખરીદવામાં આવ્યું હતું. જ્યારે ખરીદ્યું ત્યારે તેનું નામ હર્મેસ હતું. અર્જેન્ટિના સામેના ફોકલેન્ડ યુદ્ધમાં INS વિરાટે મહત્વનો ભાગ ભજવ્યો હતો INS. વિરાટનું નામ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધારે સેવા આપવા માટે નોંધાયેલું છે. કરગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement