શોધખોળ કરો

બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, 'સરકારી શક્તિનો દુરુપયોગ ન થઇ શકે'

Supreme Court: સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારી સત્તાનો દુરુપયોગ ન થવો જોઈએ.

Supreme Court:  સુપ્રીમ કોર્ટમાં બુધવારે (13 નવેમ્બર 2024) બુલડોઝરની કાર્યવાહી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારી સત્તાનો દુરુપયોગ ન થવો જોઈએ.

સુપ્રીમ કોર્ટમાં બુધવારે (13 નવેમ્બર 2024) બુલડોઝરની કાર્યવાહી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારી સત્તાનો દુરુપયોગ ન થવો જોઈએ.

જસ્ટિસ ગવઈએ કવિ પ્રદીપની એક કવિતાને ટાંકીને કહ્યું હતું કે ‘ઘર સપના હૈ, જો કભી ન તૂટે’. ન્યાયાધીશે વધુમાં કહ્યું કે ગુનાની સજા ઘર તોડવું હોઇ શકે નહીં. ગુનામાં આરોપી બનવું અથવા દોષિત ઠરવું એ ઘર તોડવાનો આધાર નથી.

સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યુ હતું કે "અમે તમામ દલીલો સાંભળી. લોકતાંત્રિક સિદ્ધાંતો પર વિચાર કર્યો. ન્યાયના સિદ્ધાંતો પર વિચાર કર્યો. ઈન્દિરા ગાંધી વિરુદ્ધ રાજનારાયણ, ન્યાયમૂર્તિ પુત્તાસ્વામી જેવા નિર્ણયોમાં નિર્ધારિત સિદ્ધાંતો પર વિચાર કર્યો. સરકારની જવાબદારી છે કે કાયદાનું શાસન જળવાઇ રહે, પરંતુ સાથે નાગરિક અધિકારોનું રક્ષણ બંધારણીય લોકશાહીમાં જરૂરી છે."

ન્યાયાધીશે વધુમાં કહ્યું કે લોકોને એ સમજવું જોઈએ કે તેમના અધિકારો આ રીતે છીનવી ન શકાય. સરકારી સત્તાનો દુરુપયોગ કરી શકાય નહીં. અમે વિચાર્યું કે શું અમારે માર્ગદર્શિકા જાહેર કરવી જોઈએ. ટ્રાયલ વિના ઘર તોડીને કોઈને સજા આપી શકાય નહીં. અમારું તારણ છે કે જો વહીવટીતંત્ર મનસ્વી રીતે મકાનો તોડી નાખે તો તેના માટે અધિકારીઓને જવાબદાર બનાવવા પડશે. ગુનાના આરોપીઓને પણ બંધારણ કેટલાક અધિકારો આપે છે. ટ્રાયલ વિના કોઈને પણ દોષિત માની શકાય નહીં.

'પ્રશાસન જજ બની શકે નહી'

જજે સુનાવણી દરમિયાન કહ્યું કે, એક રસ્તો એ હોઈ શકે કે લોકોને વળતર મળે. આ ઉપરાંત ગેરકાયદેસર પગલાં લેનારા અધિકારીઓને પણ સજા થવી જોઈએ. કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરવું જોઈએ. કોઈને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપ્યા વિના મકાનો તોડી ન શકાય. પ્રશાસન જજ ન બની શકે. કોઈને દોષિત ઠેરવીને ઘર તોડી ન શકાય. દેશમાં might was right'નો સિદ્ધાંત ચાલી શકે નહીં. ગુના માટે સજા કરવી એ કોર્ટનું કામ છે. નીચલી અદાલતે આપેલી ફાંસીની સજા પણ ત્યારે જ લાગુ થઈ શકે જો હાઈકોર્ટ પણ તેની પુષ્ટી કરે. આર્ટિકલ 21 (જીવનનો અધિકાર) હેઠળ માથા પર છત હોવી એ પણ અધિકાર છે.

ટોપ સ્ટોરી

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget