Ahmedabad News: અમદાવાદના નિકોલના લોકોને ગટરિયા પાણીની સજા, વગર વરસાદે રસ્તાઓ પાણીમાં ગરકાવ
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં વગર વરસાદે ભર શિયાળામાં ભરાયા ઘૂંટણસમા પાણી. ગટરિયા પાણીથી નિકોલ વિસ્તારના ગોપાલ ચોકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ...જેના કારણે વાહનચાલકો, લોકોની મુશ્કેલીનો કોઈ પાર ન રહ્યો. એટલું જ નહીં સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાની ફરજ પડી. AMCના 1200 કરોડની ખારીકટ કેનાલના નવીનીકરણની કામગીરી સમયે કાવ્યા પમ્પિંગ આગળની લાઈન તૂટતા ડ્રેનેજના પાણી ફરી વળ્યા. ચારેકોર ગટરના પાણી બેક મારવાના કારણે સ્થાનિકોએ મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવીને આક્રોશ વ્યક્ત કર્યો.
વગર વરસાદે ભરાયા છે ઘુંટણસમા પાણી. વાહનોના ડુબી ગયા છે પૈંડા. સ્કૂલોમાં જાહેર કરી દેવાઈ રજા. ન ફક્ત ચોમાસામાં. ભર શિયાળે અમદાવાદના નિકોલ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય. ગટરીયા પાણીથી ગોપાલ ચોક વિસ્તાર જળબંબાકાર થયો અને સ્થાનિકોની મુશ્કેલીનો કોઈ પાર ન રહ્યો. ખારીકટ કેનાલના નવીનીકરણ સમયે શ્યામવાડીની લાઈન તૂટતા રોડ પર ગટરીયા પાણીનું સામ્રાજ્ય ફેલાય ગયુ. ગટરીયા પાણી ઉભરાતા સ્થાનિકોએ મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવીને આક્રોશ વ્યક્ત કર્યો. ત્યારે હવે મહાનગરપાલિકાના સત્તાધીશો સ્થાનિકોની મુશ્કેલીને કેવી રીતે દુર કરશે તે મોટો સવાલ છે..





















