Schools Reopen: દેશના આ રાજ્યમાં 16 જુલાઈથી ખૂલશે સ્કૂલ-કોલેજ, ખુદ મુખ્યમંત્રીએ કરીએ જાહેરાત
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ પુડ્ડુચેરીમાં કોરોનાના એક્ટિવ કેસ 1573 છે. જ્યારે 1,15,489 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં 1,769 લોકોના કોરોનાથી મોત થયા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી છે. કેસ ઓછા થતાં ઘણા રાજ્યોએ નિંયંત્રણો હળવા કર્યા છે અને વ્યાપક છૂટો આપી છે. આ દરમિયાન ઘણા રાજ્યોમાં સ્કૂલ-કોલેજ ખોલવા મંજૂરી આપવામાં આવી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, પુડ્ડુચેરીમાં 16 જુલાઈથી કોલેજો અને ધો.9 થી 12ના ક્લાસ ફરીથી શરૂ થશે. મુખ્યમંત્રી એન રંગાસ્વામીએ ખુદ આ જાહેરાત કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ પુડ્ડુચેરીમાં કોરોનાના એક્ટિવ કેસ 1573 છે. જ્યારે 1,15,489 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં 1,769 લોકોના કોરોનાથી મોત થયા છે.
Puducherry | All schools for students in classes 9-12 will reopen from July 16. All colleges will also be reopened from July 16: Chief Minister N Rangaswamy
— ANI (@ANI) July 11, 2021
હિલ સ્ટેશન અને પ્રવાસન સ્થળો પર લોકોની ભીડથી ફરી કેસો વધી શકે છે
હિલ સ્ટેશન અને પ્રવાસન સ્થળોએ લોકોના ટોળા દેખાતા પણ સરકારે ચેતવણી આપી છે. કેન્દ્રએ કહ્યું હતું કે કોઇ પણ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી તો કોરોનાના કેસોમાં ફરી વધારો થઇ શકે છે. સ્વાસ્થ્ય સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે દેશમાં હજુ પણ કોરોનાની બીજી લહેર પુરી નથી થઇ, એવામાં માસ્ક ન પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવું જોખમકારક સાબીત થઇ શકે છે. કોઇ પણ પ્રકારની બેદરકારીથી કોરોના વાઇરસ ફેલાવવાનું જોખમ વધી શકે છે. કેટલાક દેશોમાં બેદરકારી બાદ કોરોનાના કેસો વધ્યા હતા. જેમ કે બ્રિટનમાં યૂરો2020 ફૂટબોલ મેચ બાદ કોરોનાના કેસો વધી ગયા હતા. તેવી જ રીતે બાંગ્લાદેશમાં પણ બીજી લહેર બાદ ત્રીજી લહેર આવી અને આ દરમિયાન કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવ્યો હતો. જેને પગલે બાંગ્લાદેશે પુરા દેશમાં લોકડાઉન લાગુ કરવું પડયું હતું.
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ
ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત 14મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,506 નવા કેસ નોંધાયા હતા ને 896 લોકોના મોત થયા હતા. શનિવારે 1206 લોકોના મોત થયા હતા. જુલાઈ મહિનામાં જે સૌથી વધુ મૃત્યુઆંક છે.
- કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 7 લાખ 95 હજાર 716
- કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 99 લાખ 75 હજાર 064
- કુલ એક્ટિવ કેસ - 4 લાખ 54 હજાર 118
- કુલ મોત - 4 લાખ 8 હજાર 40
Education Loan Information:
Calculate Education Loan EMI