શોધખોળ કરો
Advertisement
આ રાજ્યમાં 2 નવેમ્બરથી ખુલશે સ્કૂલ, શિક્ષકો કરાવી રહ્યા છે કોરોના ટેસ્ટ
કોરોના કાળમાં અનેક શિક્ષકો એવા વિસ્તારમાંથી આવ્યા છે, જ્યાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે.
પૌડીઃ ઉત્તરાખંડમાં આગામી 2 નવેમ્બરથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સ્કૂલ જઈ શકશે. લોકડાઉનમાં મહીનાઓથી ઘરે બેસેલ વિદ્યાર્થીઓ સ્કૂલ જશે. જોકે, આ દરમિયાન સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે.
હવે વિદ્યાર્થીઓ સ્કૂલમાં જાય તે પહાલ જ શિક્ષકો પોતાનો કોરોના ટેસ્ટ કરાવવા લાગ્યા છે. જેથી વિદ્યાર્થીઓ પર કોરોનાનું કોઈ જ જોખમ ન રહે. જોકે, કોરોનાની માર્ગદર્શિકામાં સરકારે વિદ્યાર્થીઓ માટે નહીં પણ શિક્ષકો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત રાખ્યો છે.
શિક્ષકો કોરોના ટેસ્ટ એન્ટીજન કિટથી કરાવી રહ્યા છે. શિક્ષકોની સમજણને માધ્યમિક શિક્ષણના એડિશનલ ડિરેક્ટર મહાવીર સિંહે બિષ્ઠે વખાણી છે. તેમણે કહ્યું કે, કોરોના ટેસ્ટ ફરજીયાતનું સૂચન તેઓ શિક્ષણ મંત્રી અરવિંદ પાંડેની સાથે થયેલ વર્ચ્યુઅલ મીટિંગમાં રાખી ચૂક્યા છે. બિષ્ટે કહ્યું કે, આ ઉપરાંત તેમણે શિક્ષક અને વિદ્યાર્થીઓના થર્મલ સ્ક્રીનિંગનું પણ સૂચન કર્યું હતું.
મહાવીર સિંહે કહ્યું કે, કોરોના કાળમાં અનેક શિક્ષકો એવા વિસ્તારમાંથી આવ્યા છે, જ્યાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. માટે તેમણે કોરોના ટેસ્ટનું સૂચન કર્યું હતું. જોકે, સ્કૂલ ખોલવા માટે જે માપદંડ કે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તેમાં એનો કોઈ ઉલ્લેખ નથી. મહાવીર સિંહે કહ્યું કે, સ્કૂલમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરું ધ્યાન રાખવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion