શોધખોળ કરો
Advertisement
દિલ્હી: તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે હિંસક અથડામણ, વાહનોમાં તોડફોડ કરી આગ ચાંપી દીધી
પોલીસ જવાનો સાથે અથડામણ બાદ ગુસ્સે ભરાયેલા વકીલોએ પોલીસની એક ગાડીમાં આગ ચાંપી દીધી અને પોલીસ અધિકારીઓ સાથે મારપીટ પણ કરી હતી.
નવી દિલ્હી: દિલ્હીની તીસ હજારી કોર્ટમાં વકીલો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પોલીસ જવાનો સાથે બબાલ થતાં ગુસ્સે ભરાયેલા વકીલોએ પોલીસની એક ગાડીમાં આગ ચાંપી દીધી અને કેટલાક વાહનોમાં તોડફોડ પણ કરી. અહેવાલ અનુસાર વકીલોએ પોલીસના કેટલાક અધિકારીઓ સાથે મારપીટ પર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વકીલો અને પોલીસ વચ્ચે આ વિવાદ પાર્કિંગને લઈને છે. ઘર્ષણ દરમિયાન એક પોલીસ જવાને ફાયરિંગ કરી દીધું હતું જેનાથી એક વકીલને ઈજા પહોંચી હતી. તેના બાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગુસ્સે ભરાયેલા વકીલોએ પોલીસની ગાડીને આગ ચાંપી દીધી હતી અને કોર્ટ પરિસરમાં ઉભેલા વાહનોમાં તોડફોડ કરી હતી. ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી છે.
Delhi: A scuffle has broken out between Delhi Police and lawyers at Tis Hazari court, incident of firing has also been reported. One lawyer injured and admitted to hospital. More details awaited. pic.twitter.com/nsKLaZQRmv
— ANI (@ANI) November 2, 2019
Delhi: A scuffle has broken out between Delhi Police and lawyers at Tis Hazari court. One lawyer injured and admitted to hospital. A vehicle has been set ablaze at the premises. More details awaited. pic.twitter.com/8wrvNXuLLT
— ANI (@ANI) November 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement