ભારતમાં ઓમિક્રૉનના કેસો વધતા કયા મોટા શહેરમાં કલમ 144 લાગુ કરાઇ, રેલિયો-સરઘસો કાઢવા પર લાગ્યો પ્રતિબંધ
આદેશનું પાલન ના કરવા પર ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને અન્ય કાયદાકીય કલમો અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. મહરાષ્ટ્રમાં અત્યાર સુધી ઓમિક્રૉનના કુલ 17 કેસો નોંધાઇ ચૂક્યા છે.
![ભારતમાં ઓમિક્રૉનના કેસો વધતા કયા મોટા શહેરમાં કલમ 144 લાગુ કરાઇ, રેલિયો-સરઘસો કાઢવા પર લાગ્યો પ્રતિબંધ section 144 imposed in mumbai due to omicron cases increased in maharashtra ભારતમાં ઓમિક્રૉનના કેસો વધતા કયા મોટા શહેરમાં કલમ 144 લાગુ કરાઇ, રેલિયો-સરઘસો કાઢવા પર લાગ્યો પ્રતિબંધ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/07/2292c4829ff41238efc1f1950eef791d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ દેશમાં ફરી એકવાર કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉને કેર વર્તાવવાનો શરૂ કરી દીધો છે. મુંબઇમાં ઓમિક્રૉનના કેસો આવ્યા બાદ મહારાષ્ટ્ર સરકાર એક્શનમાં આવી ગઇ છે. અહીં 11-12 ડિસેમ્બર માટે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રેલીઓ અને સરઘસો કાઢવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. આદેશનું પાલન ના કરવા પર ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને અન્ય કાયદાકીય કલમો અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. મહરાષ્ટ્રમાં અત્યાર સુધી ઓમિક્રૉનના કુલ 17 કેસો નોંધાઇ ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં શુક્રવારે ઓમિક્રૉનના 7 કેસો સામે આવ્યા હતા. આમાંથી ત્રણ કેસો મુંબઇ અને 4 કેસ પિંપરી ચિંચવડ મહાનગરપાલિકામાં મળ્યા છે. મુંબઇમાં મળેલા દર્દીઓની ઉંમર 48, 25 અને 37 વર્ષ છે, આ ત્રણેય નાગરિકો તંજાનિયા, યુકે અને દક્ષિણ આફ્રિકન દેશોમાં આવ્યા હતા. આ પહેલા શુક્રવારે ગુજરાતના જામનગરમાં ઓમિક્રૉનથી સંક્રમિત બે કેસો મળ્યો હતા. અહીં પહેલા સંક્રમિત આવેલા શખ્સની પત્ની અને સાળાનો રિપોર્ટ પણ ઓમિક્રૉન પૉઝિટીવ આવ્યો છે. આ શખ્સ ઝિમ્બાબ્વેથી ભારત પરત આવ્યો હતો. કેટલાક દિવસો પહેલા જ આનો રિપોર્ટ ઓમિક્રૉન પૉઝિટીવ આવ્યો હતો.
ભારતમાં ઓમિક્રૉનના 32 કેસ -
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ઓમિક્રૉનના 17 કેસો સામે આવી ચૂક્યા છે. જ્યારે ભારતમાંની વાત કરીએ તો 32 કેસ નવા વેરિએન્ટના મળી ચૂક્યા છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 17, રાજસ્થાનમાં 9, ગુજરાતમાં 3, દિલ્હીમાં 1 અને કર્ણાટકમાં 2 કેસ મળ્યા છે. રાહતની વાત એ છે કે, રાજસ્થાનમાં ત મામ 9 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે. મહારાષ્ટ્રના પુણેમાં પણ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. વળી કર્ણાટકમાંથી એક દર્દી દુબઇ ભાગી ગયો છે.
Omicron Cases In India: દેશમાં સતત વધી રહેલા ઓમિક્રોનના કેસ, ક્યાં રાજ્યમાં કેટલા કેસ નોંધાયા જાણો
કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનને લઈને ચિંતા વચ્ચે સરકારે દેશમાં માસ્કના ઓછા ઉપયોગ અંગે ચેતવણી આપી છે અને કહ્યું છે કે લોકો જોખમી અને અસ્વીકાર્ય વર્તન કરી રહ્યા છે. જણાવી દઈએ કે દેશમાં ઓમિક્રોનના કેસ વધીને 32 થઈ ગયા છે. તેમાંથી 10 ગુજરાતમાં, 4 તામિલનાડુમાં, 2 આસામ અને એક-એક કેસ મહારાષ્ટ્ર એમ નવા સાત કેસ નોંધાતા 17 સંખ્યાથઇ ગઇ છે. અને તેલંગાણામાં નોંધાયા છે.
સત્તાવાર અખબારી યાદી અનુસાર, મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સાત નવા કેસ નોંધાયા છે, જેમાં પૂણે જિલ્લામાં સાડા ત્રણ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. આ બાળકી કોવિડ-19ના આ નવા વેરિયન્ટથી સંક્રમિત થતાં દેશની સૌથી નાની ઉંમરની દર્દી હોઈ શકે છે. સાત નવા કેસોમાંથી, ચાર પુણે જિલ્લાના છે અને તે બધા નાઇજીરીયાની ભારતીય મૂળની ત્રણ મહિલાઓના સંપર્કમાં આવ્યા હતા, જેમને અગાઉ ચેપની પુષ્ટિ થઈ હતી. ગુજરાતમાં પણ ઓમિક્રોનના બે નવા કેસ નોંધાયા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના તાજેતરના વિશ્લેષણનો ઉલ્લેખ કરતા, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, WHOએ કહ્યું છે કે, જાહેર આરોગ્ય અને સામાજિક પગલાં (PHSM) નું પાલન ઘટી રહ્યું છે જ્યારે રસીકરણ દરમાં વધારો થયો છે. . તેમણે કહ્યું કે, આપણે પોતાને અને આપણી આસપાસના લોકોને કોવિડ-19થી બચાવવા માટે આ જાહેર આરોગ્યના પગલાંને અનુસરવાની જરૂર છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)