શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોંગ્રેસના સિનિયર નેતા ભૂબનેશ્વર કલિતા ભાજપમાં સામેલ
કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ અને ભૂપેંદ્ર યાદવની હાજરીમાં તેઓ ભાજપમાં સામેલ થયા હતા. આ પહેલા તેમણે રાજ્યસભાના સદસ્ય અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.
નવી દિલ્હી: કોંગ્રેસના સિનિયર નેતા ભૂબનેશ્વર કલિતા ભાજપમાં સામેલ થયા છે. કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ અને ભૂપેંદ્ર યાદવની હાજરીમાં તેઓ ભાજપમાં સામેલ થયા હતા. આ પહેલા તેમણે રાજ્યસભાના સદસ્ય અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.
રાજ્યસભામાં કોંગ્રેસના વ્હિપ ભુવનેશ્વર કલિતાએ સોમવારે પોતાનું રાજીનામું આપ્યું હતું. ભૂબનેશ્વર કલિતા કહ્યું હતું કે, આજે કોંગ્રેસે મને કાશ્મીર મુદ્દે વ્હિપ જાહેર કરવા કહ્યું, જ્યારે સત્ય તે છે કે, દેશનો મિજાજ પૂરી રીતે બદલાઈ ચૂક્યો છે અને આ વ્હિપ દેશની જનભાવનાની વિરુદ્ધમાં છે. ભુવનેશ્વર કલિતાએ કોંગ્રેસ પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, આજની કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ પૂરી રીતે પાર્ટીને તબાહ કરવાનું કામ કરી રહી છે. મારૂ માનવું છે કે, હવે આ પાર્ટીને તબાહ થતા કોઇ નહી બચાવી શકે અને ત્યારથી જ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી.Delhi: Senior Congress leader, Bhubaneswar Kalita joins Bharatiya Janata Party in the presence of Union Minister and BJP leader, Piyush Goyal. pic.twitter.com/ARzfKHYEX0
— ANI (@ANI) August 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion