શું Covishield vaccine વેચીને તગડી કમાણી કરી રહી છે Serum institute ? જાણો- કંપનીના માલિક અદાર પૂનાવાલાએ શું જવાબ આપ્યો...
દેશભરમાં તમામ જરૂરિયાત લોકોને રસી ઉપલબ્ધ કરાવવા માટે જૂન સુધીમાં 3000 કરોડ રૂપિયાના રોકાણની જરૂરત છે.
નવી દિલ્હીઃ દેશભરમાં ઝડપથી કોરોના રસીકરણું અભિયાન ચાલી રહ્યું છે. વિતેલા બે દિવસથી દરરોજ 30 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી રહી છે. ત્યારે વિશ્વની સૌથી મોટી કોવિડ 19 રસી બનાવતી કંપની સીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ Covishield vaccine પર મોટી વાત કહી છે. પૂનાવાલા (Adar Poonawala) એ કહ્યું કે, Covishield vaccine વેચીને રૂપિયા તો કમાઈ રહી છે પરંતુ વધુ નફાની જરૂરત છે.
એનડીટીવીને આપેલ એક ઇન્ટરવ્યૂમાં સીઈઓ અદાર પૂનાવાલએ કહ્યું, “Covishield vaccine વધારે માત્રામાં બનાવવા માટે અંદાજે 3000 કરોડ રૂપિયાની જરૂરત છે. અમે ભારતીય બજારમાં લગભગ 150-16 રૂપિયામાં રસી આપી રહ્યા છે. જ્યારે રસીની સરેરાશ કિંમત લગભગ 20 ડોલર (1500 રૂપિયા) છે. મોદી સરકારની વિનંદી પર અમે રાહત દર પર રસી આપી રહ્યા છીએ. એવું નથી કે અમે નફો નથી કમાઈ રહ્યા, પરંતુ અમને વધારે નફાની જરૂરત છે, જે ફરીથી રોકાણ કરવા માટે જરૂરી છે.”
અદાર પૂનાવાલએ રસીનું પ્રોડક્શન વધારવા માટે 3000 કરોડ રૂપિયાની જરૂરત પર ફોકસ કર્યું. તેમનું કહેવું છે કે, દેશભરમાં તમામ જરૂરિયાત લોકોને રસી ઉપલબ્ધ કરાવવા માટે જૂન સુધીમાં 3000 કરોડ રૂપિયાના રોકાણની જરૂરત છે. તેના માટે બેંકમાંથી લોન લેવાનો પ્રયત્ન કરીશું. કંપની દર મહિને 60થી 65 મિલિયન રસીના ડોઝ બનાવી રહી છે.
બીજી રસી લાવાવની તૈયારીમાં Serum institute
આ પહેલા અદાર પૂનાવાલાએ જાહેરાત કરી હતી કે Serum instituteની બીજી રસી આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં આવવાની આશા છે. અદાર પૂનાવાલાએ કહ્યું હતું, “કોવોવેક્સનું ટ્રાયલ ભારતમાં શરૂ થઈ ગયું છે.. આ રસી નોવાવેક્સ અને Serum institute ઓફ ઇન્ડિયાની સાથે ભાગીદારીના માધ્યમથી તૈયાર કરવામાં આવી રહી છે. કોવિડ 19ને આફ્રીકા અને યૂકે વેરિયન્ટની વિરૂદ્ધ તેનું ટ્રાયલ કર્યું છે અને તેની કુલ અસરકારકતા 89 ટકા છે. સપ્ટેમ્બર 2021 સુધીમાં લોન્ચ થવાની આશા છે.”
જણાવીએ કે, Serum institute ઓફ ઇન્ડિયા આ પહેલાની Covishield vaccineનું ઉત્પાદન કરી રહી છે, જેને ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા કંપનીએ વિકસીત કરી છે. દેશભરમાં કોવિડ-19 વિરૂદ્ધ 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. હાલમાં 45 વર્ષની ઉપરની દરેક વ્યક્તિને કોરોના રસી આપવામાં આવી રહી છે.