શોધખોળ કરો

'PM મોદીના હસ્તક્ષેપ વિના વાપસી સંભવ નહોતી', ભારત પરત ફરેલા પૂર્વ નૌસૈનિકોએ 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા

Qatar Indian Navy Veterans: નૌકાદળના પૂર્વ અધિકારીએ પરત ફરતી વખતે કહ્યું કે પીએમ મોદીના હસ્તક્ષેપ વિના અમારા માટે ફરી પાછા આવવું શક્ય નહોતું.

Qatar Indian Navy Veterans:  ભારતને મોટી કૂટનીતિક જીત મળી છે. જાસૂસીના આરોપમાં કતારની જેલમાં બંધ આઠ ભૂતપૂર્વ ભારતીય નૌસૈનિકોને મુક્ત કરવામાં આવ્યા છે. હવે વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓને મુક્ત કરવામાં આવ્યા છે અને આ પૂર્વ નૌસૈનિકોમાંથી સાત ભારત પરત પાછા ફર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કતારથી પરત ફરી રહેલા પૂર્વ સૈનિકોએ પોતાની જમીન પર પાછા ફરતા જ ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા હતા.

PM મોદી વિના મુક્તિ શક્ય નહોતીઃ પૂર્વ નૌસેના અધિકારી

કતારથી ભારત પરત આવેલા નૌકાદળના પૂર્વ અધિકારીએ પરત ફરતી વખતે કહ્યું કે પીએમ મોદીના હસ્તક્ષેપ વિના અમારા માટે ફરી પાછા આવવું શક્ય નહોતું. ભારત સરકારે અમારી મુક્તિ માટે સતત પ્રયાસો કર્યા હતા. કતારથી પરત આવેલા નૌકાદળના એક પૂર્વ સૈનિકનું કહેવું છે કે, અમે ભારત પાછા આવવા માટે લગભગ 18 મહિના સુધી રાહ જોઈ. અમે પીએમના ખૂબ જ આભારી છીએ. તેમના અંગત હસ્તક્ષેપ અને કતાર સાથેના તેમના સમીકરણ વિના આ શક્ય બન્યું ન હોત. અમે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા દરેક પ્રયાસો માટે હૃદયપૂર્વક આભારી છીએ અને તે પ્રયત્નો વિના આ દિવસ શક્ય ન હોત.

વિદેશ મંત્રાલયે ખુશી વ્યક્ત કરી

ભૂતપૂર્વ સૈનિકોની મુક્તિ અંગે માહિતી આપતા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત સરકાર કતારમાં અટકાયતમાં આવેલા અલ દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની મુક્તિને આવકારે છે. તે આઠમાંથી સાત લોકો ભારત પરત ફર્યા છે. અમે કતારના અમીર શેખના આ નાગરિકોની મુક્તિ અને ઘરે પરત ફરવાના નિર્ણયની પ્રશંસા કરીએ છીએ. ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ સૈનિકોમાં કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુનાકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાકેશનો સમાવેશ થાય છે. જેઓ કતારમાં અલ દાહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સીમાં કામ કરતા હતા, જે સેવાઓ અને સંરક્ષણ સેવાઓ આપતી કંપની છે.

ગયા વર્ષે ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી

નોંધનીય છે કે આ તમામ આઠ ભૂતપૂર્વ ભારતીય સૈનિકોની ઓગસ્ટ 2022માં જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને 26 ઓક્ટોબર, 2023ના રોજ કતારની એક કોર્ટે તમામને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. આ પછી ભારત સરકારે નાગરિકોની મુક્તિ માટે કાયદાકીય વિકલ્પો શોધવાનું શરૂ કર્યું. આ પછી, 1 ડિસેમ્બર, 2023 ના રોજ દુબઈમાં COP28 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાની વચ્ચેની મુલાકાત પછી ભૂતપૂર્વ સૈનિકોની મોતની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા-
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા- "પાતાળ લોક મળી ગયો"
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
Embed widget