કોંગ્રેસની RSS પર પ્રતિબંધની માંગ, કહ્યું - 'દેશની લોકશાહી માટે ખતરો'; ગણાવ્યા 7 કારણ
દલિતો, મહિલાઓ, લઘુમતીઓ સાથે ભેદભાવ અને રાષ્ટ્રીય પ્રતીકોના અપમાનના આરોપ.

Congress demands ban on RSS: કોંગ્રેસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે, તેને લોકશાહી વિરોધી અને બંધારણ વિરોધી સંગઠન ગણાવ્યું છે. કોંગ્રેસે RSS (Rashtriya Swayamsevak Sangh) પર દલિતો, પછાત વર્ગો, મહિલાઓ અને લઘુમતીઓ સાથે ભેદભાવ, રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન અને સરકારી સંસ્થાઓને નિયંત્રિત કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
RSS પર પ્રતિબંધ મૂકવા માટે કોંગ્રેસની 7 દલીલો
બંધારણ વિરોધી વિચારસરણી: RSS ભારતના બંધારણને વિદેશી ગણાવીને મનુસ્મૃતિને શ્રેષ્ઠ માને છે.
દલિતો અને પછાત લોકોના અધિકારોનો વિરોધ: અત્યાર સુધી RSSમાં કોઈ દલિત પ્રમુખ નથી. OBC, SC, STની શિષ્યવૃત્તિમાં મોટો કાપ મૂકવામાં આવ્યો હતો.
શિક્ષણ બજેટમાં ઘટાડો: શિક્ષણના બજેટમાં કાપ મુકવામાં આવ્યો હતો, જેના કારણે પછાત વર્ગને નુકસાન થયું હતું.
મહિલા વિરોધી માનસિકતા: RSS મહિલાઓને માત્ર પરંપરાગત ભૂમિકાઓ સુધી મર્યાદિત રાખવાનું વિચારે છે.
રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન કરવું: RSSએ દાયકાઓ સુધી ત્રિરંગાનો સ્વીકાર કર્યો ન હતો.
લઘુમતીઓ સામે હિંસા: મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ.
સરકારી સંસ્થાઓ પર નિયંત્રણ: સરકાર, શિક્ષણ, વહીવટ અને સંસ્કૃતિમાં RSSની ઘૂસણખોરી વધી છે.
RSS देश के लोकतंत्र के लिए खतरा है।
— Congress (@INCIndia) January 30, 2025
इतिहास गवाह है कि RSS ने हमेशा ही लोकतंत्र और संविधान का अपमान किया है।
RSS समानता, न्याय और सद्भाव की विरोधी रही है। आज समय आ चुका है कि हम RSS की नफरती विचारधारा के खिलाफ मिलकर आवाज उठाएं। pic.twitter.com/7snGWNQPQ7
RSS પર ત્રણ વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
1948: મહાત્મા ગાંધીની હત્યા બાદ પ્રતિબંધ.
1975: કટોકટી દરમિયાન પ્રતિબંધ.
1992: બાબરી મસ્જિદ ધ્વંસ પછી પ્રતિબંધ.
ત્રણેય વખત સંઘ પર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને સાંપ્રદાયિકતા ફેલાવવાના આરોપો લાગ્યા, પરંતુ દરેક વખતે પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો.
કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આ આરોપો અને RSSના ભૂતકાળને જોતા, RSS પર ફરીથી પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે. જોકે, આ માંગ કેટલી યોગ્ય છે અને સરકાર તેના પર શું પગલાં લેશે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો....
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
