Wedding: અહીં એક જ છોકરીને પરણે છે તમામ ભાઈઓ, રૂમમાં જવા માટે અપનાવે છે આ વિચિત્ર ટ્રિક
બહુપત્નીઓના લગ્નની પ્રથા સામાન્ય રીતે ઘણી જૂની છે. ભારતમાં હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં અવારનવાર બહુપત્નીત્વ લગ્નના સમાચાર આવતા રહે છે.

Unusual Wedding: દુનિયાના દરેક દેશમાં લગ્ન સંબંધિત અનેક વિધિઓ કરવામાં આવે છે. દરેક પ્રદેશમાં લગ્નને લગતા અલગ-અલગ નિયમો છે. આ અંગે સદીઓથી ચાલી આવતી તમામ પરંપરાઓ એવી છે કે તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. જ્યારે પણ એક છોકરી સાથે બે છોકરાઓના લગ્ન અથવા એક છોકરા સાથે બે છોકરીઓના લગ્નની વાત આવે છે ત્યારે લોકો આ પરંપરાઓ વિશે જાણવાની જરૂરથી કોશિશ કરે છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાં બે જોડિયા બહેનોએ એક જ છોકરા સાથે લગ્ન કર્યા હતાં. ત્યાર બાદ ફરી એકવાર બહુપત્ની લગ્નની ચર્ચા થવા લાગી છે.
બહુપત્નીઓના લગ્નની પ્રથા સામાન્ય રીતે ઘણી જૂની છે. ભારતમાં હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં અવારનવાર બહુપત્નીત્વ લગ્નના સમાચાર આવતા રહે છે. એવો દાવો કરવામાં આવે છે કે, હવે આ સ્થળોએ બહુપત્નીત્વનો રીવાજ લગભગ સમાપ્ત થઈ ગયો છે. અથવા જો તે હોય તો પણ લોકો તેને છુપાવે છે અને તેની ચર્ચા પણ કરતા નથી.
પરંતુ ભારતને અડીને જ આવેલા તિબેટમાં તો એક જ છોકરી સાથે લગભગ તમામ ભાઈઓ લગ્ન કરે તેવી પરંપરા છે. પત્ની પાસે કોણ જશે અને ક્યારે જશે તેનો સમય નક્કી કરવાની પણ એક વિશિષ્ટ પરંપરા તિબેટમાં વર્ષોથી ચાલી આવે છે. તિબેટ એક એવો દેશ છે જ્યાં બહુપત્નીઓના લગ્નની પ્રથા લાંબા સમયથી ચાલી રહી છે. નાના દેશ એવા તિબેટમાં આજીવિકાના સાધનો ઓછા છે. ચીન હંમેશા અહીંના નાગરિકોને પરેશાન કરતું રહે છે. આ કારણ કહેવાય છે કે તિબેટીયન પરિવારનો એક અથવા બીજો સભ્ય બૌદ્ધ સાધુ બની જાય છે. જ્યારે તિબેટમાં બહુપત્નીઓના લગ્ન વિશે ઘણા સમાચાર આવતા રહે છે. અહીં ઘણા ભાઈઓએ એક જ છોકરી સાથે લગ્ન કર્યા હોવાના દાખલાઓ છે. લગ્ન સમયે મોટા ભાઈ બધી વિધિઓ પૂરી કરે છે. જ્યારે કન્યા ઘરે આવે છે ત્યારે તે બધા ભાઈઓની પત્ની કહેવાય છે.
નોંધનીય વાત એ છે કે, આ લગ્ન બાદ પત્ની કયા ભાઈના સંતાનને જન્મ આપવાની છે કે જન્મ આપી ચૂકી છે તે કોઈને ખબર હોતી નથી. તેથી જ બધા ભાઈઓ તેમની પત્નીના બાળકને પોતાનું બાળક માને છે. તમામ ભાઈઓ બાળકના ઉછેરમાં ફાળો આપે છે. હવે સવાલ એ થાય છે કે લગ્ન પછી કયો ભાઈ પત્ની સાથે રૂમમાં રહેશે તે કેવી રીતે નક્કી થાય છે?
અ સમસ્યાનું પણ સમાધાન શોધી લેવામાં આવ્યું છે. તેના માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે. લગ્ન બાદ મોટા ભાઈ થોડા દિવસ પત્ની સાથે રહે છે. ત્યાર બાદ ટોપી દ્વારા નક્કી કરવામાં આવે છે કે પત્ની સાથે રૂમમાં કોણ રહેશે. જે કોઈ તેની પત્ની સાથે સમય વિતાવે છે તે તેની ટોપી દરવાજા પર લટકાવી દે છે. જ્યાં સુધી ટોપી હટાવી લેવામાં ન આવે ત્યાં સુધી બીજા ભાઈ રૂમમાં પ્રવેશતા નથી.
જોકે હવે તિબેટમાં પણ બહુપત્નીત્વ લગ્ન ભાગ્યે જ સાંભળવા મળે છે. જો લોકો અહીં બહુપત્ની લગ્ન કરે છે તો પણ તેઓ તેને છુપાવે છે અને તેની ચર્ચા કરતા નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
