શોધખોળ કરો
Advertisement
ભૂમિ પૂજન પહેલા અલગ જ રંગમાં નજર આવી રામ નગરી અયોધ્યા, જુઓ તસવીરો
રામમંદિર નિર્માણ માટે પાંચ ઓગસ્ટે થનારા ભૂમિ પૂજન કાર્યક્રમ લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. સમગ્ર શહેરમાં વિવિધ સ્થળે રામના જીવન સાથે જોડાયેલી કલાકૃતિઓ અને પેન્ટિંગ બનાવવામાં આવી છે.
અયોધ્યા: રામમંદિર નિર્માણ માટે પાંચ ઓગસ્ટે થનારા ભૂમિ પૂજન કાર્યક્રમ લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. અયોધ્યાાને ખૂબજ શાનદાર રીતે શણગારવામાં આવી રહ્યું છે. ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને કેન્દ્રની મોદી સરકાર મંદિર નિર્માણ સાથે જોડાયેલ તમામ પાસાઓને ભવ્ય બનાવવા માટે કોઈ કસર છોડવા માંગતી નથી. ત્યારે પાંચ ઓગસ્ટ પહેલા જ રંગબેરંગી શણગારથી અયોધ્યા નગરી ખૂબસૂરત નજર આવી રહી છે.
સમગ્ર શહેરમાં વિવિધ સ્થળે રામના જીવન સાથે જોડાયેલી કલાકૃતિઓ અને પેન્ટિંગ બનાવવામાં આવી છે. ફ્લાઈઓવર, પાર્ક અને તમામ મહત્વપૂર્ણ સ્થળે સમારકામ કરવામાં આવી રહ્યું છે. અયોધ્યાને એ રીતે સજાવવામાં આવી રહ્યું છે કે, ભૂમિ પૂજનના કાર્યક્રમ વખતે તેની ભવ્યતા જ કંઈક અલગ નજર આવે.
ભૂમિ પૂજન કાર્યક્રમમાં પીએમ મોદી સામેલ થશે. પરંતુ તે પહેલા જ શનિવારે અયોધ્યા વિવિધ સ્થળોને ખૂબસૂરત રોશનીથી શણગારવામાં આવ્યા છે. સરયૂ ઘાટની લઈને અનેક સ્થળો પર કરવામાં આવેલી લાઈટિંગથી અયોધ્યા અલગ જ રૂપમાં નજર આવી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement