શોધખોળ કરો

Ram Mandir: રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં શું છે અશાસ્ત્રીય? abp ન્યૂઝ સાથેની વાતચીતમાં શંકરાચાર્યએ કર્યો આ ખુલાસો

Shankaracharya Avimukteshwaranand:  અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શંકરાચાર્ય સાથે જોડાયેલો વિવાદ અટકતો જણાતો નથી.

Shankaracharya Avimukteshwaranand:  અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શંકરાચાર્ય સાથે જોડાયેલો વિવાદ અટકતો જણાતો નથી. આ દરમિયાન, એબીપી ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ બાબતે ખુલ્લેઆમ તેમના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે રામ મંદિરમાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠામાં કયું અશાસ્ત્રીય કાર્ય થઈ રહ્યું છે?

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, "અમે કોઈ પણ કાર્યક્રમનો વિરોધ કર્યો નથી. અમે કહ્યું છે કે જે કામ કરવાનું હોય તે થઈ શકે નહીં કારણ કે મંદિર હજુ અધૂરું છે. મંદિર પૂર્ણ થયા પછી સ્પષ્ટ થાય છે કે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. આ ધર્મની વાત છે અને જ્યાંથી આપણે બેઠા છીએ, ધર્મની બાબતમાં કોઈ ઉણપ હોય તો તે દર્શાવવાની જવાબદારી આપણી છે. અમે એ જ કરી રહ્યા છીએ, વિરોધ નથી કરી રહ્યા."

આમંત્રણ મળ્યા પછી જવાનો ઇનકાર કરવા પર શું કહ્યું?

આમંત્રણ મળ્યા બાદ પણ રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ન જવા અંગે તેમણે કહ્યું હતું કે, "આમંત્રણ મળે ત્યારે ક્યાંક ચાલ્યા જવું એ અલગ વાત છે. ત્યાં હાજર રહેવું અને અમારી સામે કોઈ અશાસ્ત્રીય વિધિ થતી જોવા એ અલગ વાત છે. અમે અમારા હિંદુ સમાજ માટે જવાબદાર છીએ. જો અમારી સામે કોઈ સમસ્યા હોય તો જનતા અમને પૂછે છે કે તમારા કાર્યકાળમાં આવું થયું હતું. તમે આ મુદ્દો કેમ ન ઉઠાવ્યો? તેથી જ અમારે અમારું કામ કરવાનું છે. 

શું ખોટું થઈ રહ્યું છે?

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, જો કોઈ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય, તો મંદિર સંપૂર્ણ રીતે બનેલું હોવું જોઈએ. જો કોઈ મંચ પર પ્રતિષ્ઠા થઈ રહી હોય, તો મંચ સંપૂર્ણ રીતે બાંધેલું હોવું જોઈએ. કેટલાક લોકો આ સમજી શકતા નથી કારણ કે તેઓને શાસ્ત્રોનું જ્ઞાન નથી. લોકો કહે છે કે ગર્ભગૃહ કો બંધાય ગયું છે, બાકીનું ભલે ન બને. મોટા ભાગના લોકો એવું માને છે કે મૂર્તિનાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ, જ્યારે એવું નથી. મંદિરમાં 
પ્રાણ પ્રતિષ્ઠા થવી જોઈએ.

તેમણે કહ્યું, મંદિર એ ભગવાનનું શરીર છે, તેની અંદરની મૂર્તિ એ આત્મા છે. મંદિરનું શિખર એ ભગવાનની આંખો છે, કલશ એ ભગવાનનું માથું છે અને મંદિરમાં ધ્વજ એ ભગવાનના વાળ છે. માથું કે આંખો વિના શરીરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી યોગ્ય નથી. તે આપણા શાસ્ત્રોની વિરુદ્ધ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
Embed widget