100 રૂપિયા ઉધાર લઇને રોટલી વેચવાનું કામ કર્યુ હતું શરૂ, આજે આ મહિલા છે, 2 રેસ્ટોરન્ટની માલિક
જો તમારા ઇરાદા મજબૂત હોય, તો 100 રૂપિયા પણ તમારું ભાગ્ય બદલી શકે છે. એક મહિલા જેની પાસે એક સમયે ચોખાનો દાણો ખરીદવા માટે પણ પૈસા નહોતા, તે હવે કરોડોની મિલકતની માલિક છે.

આપણે ઘણીવાર વિચારીએ છીએ કે, વધુ રુપિયા કમાવવા માટે મોટા શિક્ષણ અને વધુ ઇન્વેસ્ટામેન્ટ માટે પૈસાની જરૂર પડે છે. પરંતુ કેરળના મલપ્પુરમ જિલ્લાની શરીફા કલાથિંગલે સાબિત કર્યું છે કે, જો વ્યક્તિનો સંકલ્પ મજબૂત હોય તો 100 રૂપિયા પણ તેનું ભાગ્ય બદલી શકે છે. એક મહિલા જેની પાસે એક સમયે ચોખાનો દાણો ખરીદવા માટે પૈસા નહોતા, તે હવે કરોડોની સંપત્તિની માલિક છે અને ડઝનેક મહિલાઓને રોજગારી પૂરી પાડે છે. ગરીબી, ટોણા, બેંકની ઉદાસીનતા અને કોરોનાવાયરસ રોગચાળો - દરેક અવરોધોએ તેનો માર્ગ અવરોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ શરીફાએ દરેક વખતે મુશ્કેલીઓનો સામનો કર્યો. આજે, તે કેરળમાં મહિલા ઉદ્યોગસાહસિકતાનું એક અગ્રણી ઉદાહરણ બની ગઈ છે. તો, ચાલો તે મહિલાની સફળતાની કહાણી જાણીએ....
2 રેસ્ટોરન્ટના માલિકની સફળતાની કહાણી શું છે?
શરીફા કાલથિંગલનું જીવન શરૂઆતથી જ સરળ નહોતું. તેમના પતિ, સક્કીર, એક ચિત્રકાર હતા. તેમનું કામ હવામાન પર આધારિત હતું, અને ખાસ કરીને વરસાદની ઋતુમાં, ઘર ખૂબ જ મુશ્કેલીથી ચાલતુ હતુ. , ઘરમાં એકમાત્ર ખોરાક ચોખા રહેતો હતા. ચોખાના ભાત ખાઇને દિવસો પસાર કરતા હતા એક દિવસ પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે રાંધવા માટે કંઈ બચ્યું નહીં. શરીફાએ નક્કી કર્યું કે તે પરિસ્થિતિ સામે હાર નહીં માને. તેણીએ પાડોશી પાસેથી 100 રૂપિયા ઉછીના લીધા. આ પૈસાથી, તેણીએ લોટ અને ગોળ ખરીદ્યો અને પરંપરાગત કેરળની મીઠાઈ, ઉન્નિયપ્પમ બનાવવાનું શરૂ કર્યું.
તેણીને એક વર્ષની પુત્રી હતી. તેમને ખોળામાં લઈને, શરીફા દરરોજ લગભગ 4 કિલોમીટર ચાલીને સ્થાનિક દુકાનોમાં જતી, તેણીનું ઉન્નિયપ્પમ વેચવાનો પ્રયાસ કરતી. શરૂઆતમાં, દુકાનદારો સંમત ન હતા. કેટલાકે ના પાડી, કેટલાકે તેણીને ટોણા પણ માર્યા, પરંતુ જ્યારે તેણીના ઉત્પાદનોના 10 પેકેટ પહેલા દિવસે વેચાઈ ગયા, ત્યારે શરીફાનો આત્મવિશ્વાસ વધ્યો. ધીમે ધીમે, તેણીએ ઉન્નિયપ્પમ સાથે પથીરી અને ચપાટી પણ બનાવવાનું શરૂ કર્યું. લોકો મજાકમાં તેણીને "ઉન્નિયપ્પમ ઇથાથા" (મોટી બહેન) કહેતા, પરંતુ શરીફાએ આ ટિપ્પણીઓને અવગણી.
બેંકે લોન આપવાનો ઇનકાર કર્યો.
જેમ જેમ તેનો નાનો વ્યવસાય વધવા લાગ્યો, શરીફાએ એક નાનો કેટરિંગ વ્યવસાય શરૂ કરવાનું સ્વપ્ન જોયું. તેણીએ બેંકો પાસેથી લોન માટે અરજી કરી, પરંતુ કોઈ તૈયાર નહોતું. તેની પાસે ગિરવી મુકવા જેવી કોઈ મિલકત નહોતી. આ તેના માટે ખૂબ જ હતાશાજનક સમય હતો. પરંતુ શરીફાએ હાર માની નહીં; તેમણે કેરળ સરકારની મહિલા સશક્તિકરણ યોજના, કુટુમ્બશ્રીમાં જોડાવાનું નક્કી કર્યું.
2018 માં, શરીફાને કુટુમ્બશ્રી દ્વારા ₹2 લાખની લોન મળી. આ પૈસાથી, તેમણે તેના પુત્રના નામે મુથુ કેટરિંગ શરૂ કરી. ધીમે ધીમે, તેમણે ભોજનને માન્યતા મળી. તેણીએ બિરયાની અને રોટવી સપ્લાય કરવાનું શરૂ કર્યું. બાદમાં, તેમણે સરકારી કર્મચારીઓ માટે ટિફિન સેવા (ડબ્બા સેવા) પણ શરૂ કરી, જે દરરોજ 50-60 લોકોને ટિફિન પહોંચાડતી હતી.
કોરોના કાળ બન્યો ટર્નિંગ પ્લોઇન્ટ
2020 માં, કોવિડ-19 રોગચાળાએ તેમનું કામ લગભગ સ્થગિત કરી દીધું. બધા ઓર્ડર બંધ થઈ ગયા. પરંતુ આ મુશ્કેલ સમયમાં, કુટુમ્બશ્રીએ તેમને મંજેરી મેડિકલ કોલેજમાં કોવિડ-૧૯ દર્દીઓને ખોરાક પૂરો પાડવાની તક આપી.
શરીફાએ આ તકનો ખંતપૂર્વક સ્વીકાર કર્યો. તેણીએ લગભગ બે હજાર દર્દીઓ માટે નાસ્તો અને લંચ, ડિનર બનાવવાનું શરૂ કર્યું. તેમણે આ કામમાં ઘણી મહિલાઓને પણ રોજગારી આપ્યો, . કોવિડ પછી, શરીફાને કોટ્ટક્કલ આયુર્વેદ કોલેજમાં કેન્ટીનનું સંચાલન કરવાની તક આપવામાં આવી.
અહીંથી, તેમણે વ્યવસાય ઝડપથી વિકસ્યો. આ સફળતાના આધારે, તેણીએ કોટ્ટક્કલમાં પોતાની પહેલી હોટેલ ખરીદી. બાદમાં, તેણીએ કાફે કુટુમ્બશ્રી નામનું બીજું રેસ્ટોરન્ટ ખોલ્યું. આજે,્આ મહિલ બે રેસ્ટોરન્ટની માલિકી છે, અને તેનો વ્યવસાય સતત વધી રહ્યો છે. શરીફા કલાથિંગલ માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ ૪૦ થી વધુ મહિલાઓ માટે રોજગારનો સ્ત્રોત પણ છે. તેના પતિ, સક્કીરે હવે તેનું પેઇન્ટિંગનું કામ છોડી દીધું છે અને તેમને રેસ્ટોરન્ટના મેનેજમેન્ટમાં મદદ કરે છે.





















