શોધખોળ કરો
દિલ્લીના પૂર્વ CM શીલા દીક્ષિતના જમાઈની ધરેલૂ હિંસાના આરોપમાં ધરપકડ

નવી દિલ્લી: દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના જમાઈને પોતાની પત્ની વિરુદ્ધ કથિત ઘરેલૂ હિંસા કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે. દીક્ષિતના જમાઈ સઈદ મોહમ્મદ ઈમરાનને બે દિવસ પહેલા બેંગ્લુરૂથી ધરપકડ કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા બારાખંબા પોલીસ સ્ટેશનમાં દીક્ષિતની પુત્રી લતિકાએ પોતાના પતિ વિરુદ્ધ ઘરેલૂ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, ‘તેમને બેંગ્લુરૂથી ધરપકડ કરવામાં આવી અને ટ્રાંજિટ રિમાંડ પર દિલ્લી લાવવામાં આવ્યા હતા.’ આરોપી ઈમરાન અને દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી દીક્ષિતની પુત્રી લતિકા છેલ્લા દસ મહિનાથી અલગ રહેતી હતી.
વધુ વાંચો





















