Building Collapse: ભારે વરસાદથી શિમલામાં ચાર માળની બિલ્ડિંગ પત્તાના મહેલની માફક થઈ ધરાશાયી, જુઓ વીડિયો
Viral Video: ઘટના સમયે ઈમારતમાં કોઈ વ્યક્તિ હાજર નહોતું. કહેવામાં આવી રહ્યું છે કે ઈમારતને અસુરક્ષિત જોઈને પ્રશાસને આ બહુમાળી ઈમારત ખાલી કરાવી હતી
Viral Video: હિમાચલ પ્રદેશમાં ચોમાસાના વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. ભારે વરસાદને કારણે જાનમાલનું સતત નુકસાન અટકવાનું નામ નથી લઈ રહ્યું. સમગ્ર રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત છે. કુલ્લુ અને બિલાસપુરમાં મોટી વાદળ ફાટવાની આફતો સાથે ચંબા, મંડી અને શિમલા જિલ્લામાં ભારે નુકસાન પછી, હવે શિમલા જિલ્લામાં ચૌપાલ ખાતે ચાર માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે.
શનિવારે સવારે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બહુમાળી ઈમારતનો પાયો કાચો હતો. રાતથી પડેલા ભારે વરસાદે ઈમારતનો પાયો ઉખેડી ગયો હતો અને જોતા જ ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ.
ઘટના સમયે ઈમારતમાં કોઈ વ્યક્તિ હાજર નહોતું. કહેવામાં આવી રહ્યું છે કે ઈમારતને અસુરક્ષિત જોઈને પ્રશાસને આ બહુમાળી ઈમારત ખાલી કરાવી હતી. યુકો બેંકની શાખાની સાથે બિલ્ડીંગમાં રેસ્ટોરન્ટ અને ઢાબા પણ ચાલતા હતા.
#WATCH | Himachal Pradesh: A four-storey building collapsed in Chopal town in Shimla amid heavy rainfall. The building was already vacated by the local administration pic.twitter.com/FiJbCLty9r
— ANI (@ANI) July 9, 2022
ઘટનાની પુષ્ટિ કરતા એસડીએમ ચૌપાલ સુચેત સિંહે કહ્યું કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો.....
Black food: ડાયેટમાં સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે વરદાન
ગુજરાતમાં ધોધમાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસ્યો વરસાદ
ગુજરાતમાં ચાર દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓને ઘમરોળશે વરસાદ
Panther Attack: અમરેલીમાં ઝૂંપડામાં સૂતેલા વૃદ્ધાને દીપડાએ ફાડી ખાતા ચકચાર