શોધખોળ કરો

ગુજરાતમાં ચાર દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓને ઘમરોળશે વરસાદ

રાજ્યમાં આજથી ચાર દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગાંધીનગરઃ રાજ્યમાં આજથી ચાર દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સોમવારથી અમદાવાદમાં ફરી ભારે વરસાદ વરસી શકે છે. આજે નવસારી, વલસાડ, દમણ,દાદરાનગર હવેલી અને જૂનાગઢમાં ભારેથી અતિભારે જ્યારે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, પોરબંદર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આવતીકાલે સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે જ્યારે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા, ભરૂચ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને દીવમાં ભારે વરસાદ વરસી શકે છે.

તો સોમવારે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, ભાવનગર અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદનીઆગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, વડોદરા, નર્મદા, અમરેલી, જૂનાગઢ અને દીવમાં ભારે વરસાદ વરસી શકે છે. તો મંગળવારે નવસારી, વલસાડ, દમણ, જૂનાગઢ, ભરૂચ, ડાંગ, તાપી અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે તેમજ અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, સુરેંદ્રનગર, રાજકોટ, પોરબંદર,દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તેમાં સૌથી વધુ લખપતમાં 11 ઈંચ અને વલસાડના કપરાડામાં નવ ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીના સિઝનનો સરેરાશ 27.69 ટકા સુધી વરસાદ વરસ્યો હતો. રાજ્યના 12 તાલુકામાં 0 થી બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.  રાજ્યના 69 તાલુકામાં બેથી પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. રાજ્યના 88 તાલુકામાં સિઝનનો પાંચથી 10 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ઉપરાંત કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 51.84 ટકા વરસાદ વરસ્યો હતો.

કચ્છના લખપતમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય વલસાડના કપરાડામાં નવ ઇંચ, ધરમપુરમાં આઠ ઇંચ, તાપીના વ્યારામાં પોણા આઠ ઇંચ, નવસારીના વાંસદામાં પોણા આઠ ઇંચ, કચ્છના નખત્રાણામાં સાત ઇંચ,  સુરતના મહુવામાં સાડા છ ઇંચ, તાપીમાં ડોલવણમાં સાડા છ ઇંચ, જામનગરના જોડીયામાં સવા છ ઇંચ, નવસારીના ચિખલીમાં છ ઇંચ, તાપીના વાલોદમાં છ ઇંચ, દેવભૂમિ દ્ધારકા તાલુકામાં છ ઇંચ, કલ્યાણપુરમાં સાડા પાંચ ઇંચ, જૂનાગઢના વિસાવદરમાં સવા પાંચ ઇંચ, સુરતના ઉમરપાડામાં પાંચ ઇંચ તાપીના નિઝરમાં પાંચ ઇંચ, ડાંગના વઘઇમાં પાંચ ઇંચ, દેવભૂમિ દ્ધારકાના ખંભાળિયામાં પાંચ ઇંચ, નવસારીના ખેરગામમાં પાંચ ઇંચ, સુરતના બારડોલીમાં પોણા પાંચ ઇંચ, જૂનાગઢના માણાવદરમાં પોણા પાંચ ઇંચ, નવસારી તાલુકામાં સવા ચાર ઇંચ, નર્મદાના સાગબારામાં સવા ચાર ઇંચ, સુરતના માંડવી, કચ્છના માંડવી, સુરત શહેર, છોટાઉદેપુરના બોડેલી, પોરબંદરના કુતિયાણા ચાર, દેવભૂમિ દ્ધારકાના ભાણવડ, જૂનાગઢના વંથલી, સુરતના પલસાણા, છોટાઉદેપુરના પાવી જેતપુર ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજી મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજી મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Tobacco Farming: ઉત્તર ગુજરાતમાં તમાકુના વાવેતરમાં ધરખમ વધારોNavsari News : નવસારીમાં જનતાના પૈસાનો ધુમાડો!, રીંગરોડની અધુરી કામગીરીથી લોકો પરેશાનVadodara News: અટલાદરાના સરકારી આવાસ લાભાર્થીઓને ફાળવણીના અભાવે ખંડેર બન્યાSurat News : સુરતના પાલ ગ્રીન સિટીમાં આયોજિત શાલોમ ધર્મ સંમેલનમાં હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજી મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજી મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
'ભારતીય બાઈક ચલાવવામાં આવે છે અને પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ...', UAEના શેખ પર પાકિસ્તાનના લોકો ભડક્યા
'ભારતીય બાઈક ચલાવવામાં આવે છે અને પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ...', UAEના શેખ પર પાકિસ્તાનના લોકો ભડક્યા
Embed widget