શોધખોળ કરો

Panther Attack: અમરેલીમાં ઝૂંપડામાં સૂતેલા વૃદ્ધાને દીપડાએ ફાડી ખાતા ચકચાર

અમરેલી:  સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામે દીપડાએ એક વૃદ્ધ મહિલાને ફાડી ખાધી હતી. બે દિવસ પહેલા ઝૂંપડામાં સૂતેલ વૃદ્ધ મહિલા ઉપર ખૂખાર દીપડાએ હુમલો કરતા મહિલા મોતને ભેટી હતી.

અમરેલી:  સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામે દીપડાએ એક વૃદ્ધ મહિલાને ફાડી ખાધી હતી. બે દિવસ પહેલા ઝૂંપડામાં સૂતેલ વૃદ્ધ મહિલા ઉપર ખૂખાર દીપડાએ હુમલો કરતા મહિલા મોતને ભેટી હતી. જો કે, અન્ય કોઈ લોકોને દીપડો હુમલો ન કરે તે માટે વન વિભાગે તાત્કાલિક ધોરણે દીપડાને પકડવા કવાયત હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા જુદી જુદી જગ્યાએ ખુંખાર દીપડાને પકડવા પાંજરા મુકવામાં આવ્યા હતા. ગઈ રાત્રે માનવ ભક્ષી દીપડાને વન વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યો.. હાલ આ દીપડાને જસાધાર એનિમલ કેર ખાતે લઈ જવામાં આવ્યો છે. દીપડો પકડાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

કચ્છ જિલ્લામાં મેઘરાજા મહેરબાન
ગાંધીનગરઃ ગુજરાતમા સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 215 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હતા. નખત્રાણા, લખપત, અબડાસા તાલુકામાં વરસાદનું ઝોર વધ્યું છે. કચ્છમાં ગઈકાલથી આજ વહેલી સવાર સુધીમાં 8 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. લખપતમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય કચ્છના નખત્રાણામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. અબડાસાના કાંઠાળ વિસ્તારમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નદી નાળા છલકાયા અને ડેમ તેમજ તળાવોમાં પણ જળસ્તર વધ્યું છે.

ભૂજમાં 2 ઈંચ, નખત્રાણામાં 6 ઈંચ, નલિયામાં 3 ઈંચ, અબડાસામાં 2થી 7 ઈંચ, મુંદ્રામાં સાડા 3 ઈંચ, ગાંધીધામમાં દોઢ ઈંચ અને ભચાઉમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. નખત્રાણા તાલુકાના કોટડા જડોદર, ઉખેડા, રસલિયા, ખોંભડી, મથલ, ટોડિયા, કાદિયા, વ્યાર, જાડાય, આમારા, નારણપર, બેરૂ, મોસુણા, ગંગોણ, વિભાપર, ભીટારા સહિતના ગામોમાં 24 કલાકમાં 4થી 8 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે નાગલપર, અંગિયા, વિથોણ, દેવપર યક્ષ, આણંદપર, સાયરા, મોરગર, પલીવાડ, મંજલ સહિતના ગામોમાં 6 ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે ભુજ-નખત્રાણા હાઈવે પર આવેલો પાલરધુના ધોધ સોળે કળાએ ખીલ્યો  હતો.

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તેમાં સૌથી વધુ લખપતમાં 11 ઈંચ અને વલસાડના કપરાડામાં નવ ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીના સિઝનનો સરેરાશ 27.69 ટકા સુધી વરસાદ વરસ્યો હતો. રાજ્યના 12 તાલુકામાં 0 થી બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. રાજ્યના 69 તાલુકામાં બેથી પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. રાજ્યના 88 તાલુકામાં સિઝનનો પાંચથી 10 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ઉપરાંત કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 51.84 ટકા વરસાદ વરસ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો
યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો
યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર
ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર
Embed widget