શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શિરડી સાંઇબાબા મંદિરના ટ્રસ્ટે મહારાષ્ટ્રની ચાર મેડિકલ કૉલેજને દાનમાં આપ્યા 71 કરોડ રૂપિયા
મુંબઈ: શિરડીના સાંઇબાબા મંદિર ટ્રસ્ટે મહારાષ્ટ્રની 4 કોલેજોને 71 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલી મહારાષ્ટ્ર સરકાર હસ્તગત આવતી મેડિકલ કૉલેજોને આધુનિકીકરણ કરવા માટે 71 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. જેથી હોસ્પિટલ ગ્રામીણ વિસ્તારમાં સારી સુવિધાઓ આપી શકે. ટ્રસ્ટના ચેરમેન અને ભાજપ નેતા સુરેશ હવારેએ જણાવ્યું કે ટ્રસ્ટે યવતમાલ, ચંદ્રપુર, ઔરંગાબાદ અને નાગપુરના મેડિકલ કૉલેજોને અપગ્રેડ કરી શકાય તે માટે ફંડ આપ્યું છે.
ટ્રસ્ટના ચેરમેને જણાવ્યું, ‘અમે આધુનિક હેલ્થકેર ઉપલબ્ધ કરાવવાના વિષય પર મેડિકલ એજ્યુકેશન વિભાગના અધિકારીઓ સાથે ખાસ બેઠક કરી છે. તેમના નિવેદનના આધાર પર અમે સારી ડાયગ્નોસ્ટિક કેર માટે ફંડ આપ્યું છે.’સુરેશ હાવરે વધુમાં કહ્યું યવતમાલ મેડિકલ કૉલેજ માટે 13 કરોડ, ઇન્દિરા ગાંધી મેડિકલ કૉલેજ માટે 35.3 કરોડ, ઔરંગબાદ મેડિકલ કોલજે માટે 15 કરોડ અને ચંદ્રપુર મેડિકલ કોલેજ 7.5 કરોડ ફંડ આપવાનું જાહેર કર્યું છે.
સાઇંબાબા મંદિર ટ્રસ્ટના ચેરમેને જણાવ્યું કે, ‘મેડિકલ એજ્યુકેશન વિભાગે કૉલેજોને માટે આધુનિક એમઆરઆઇ અને સીટી સ્કેન મશીનો ખરીદવાનો પ્રસ્તાવ મુક્યો છે.’સાથે તેમણે આ કહ્યું મહારાષ્ટ્રના અનેક મેડિકલ કૉલેજોમાં સારવાર માટે ઉપકરણોની મોટી માત્રામાં અછત છે.
ઉલ્લેખનીય છે કે, મંદિર ટ્રસ્ટ પાસે 2100 કરોડ ફિક્સ ડિપોઝિટ છે જ્યારે તેની વાર્ષિક આવાક લગભગ 700 કરોડ રૂપિયા છે. દરોરજના મંદિર ટ્રસ્ટને એક કરોડ રૂપિયા દાનમાં મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion