શોધખોળ કરો
Advertisement
મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેનાએ કહ્યું- મહારાષ્ટ્રમાં દિવસે સપના જોવાનું છોડી દે ભાજપ
શિવસેનાએ આ રાજકીય ઘટનાક્રમો પર પ્રતિક્રિયા આપતા યુવા નેતાઓની આકાંક્ષાઓને નજરઅંદાજ કરવા માટે કૉંગ્રેસની ટીકા પણ કરી છે અને કહ્યું કે કમલનાથ અને દિગ્વિજય સિંહ ભેલ મધ્ય પ્રદેશ કૉંગ્રેસના મોટા દિગ્ગજ નેતાઓ છે પરંતુ સિંધિયા જેવા નેતાને નજરઅંદાજ કરવું જરૂર નહોતી.
નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસ છોડવા પર શિવસેનાએ કહ્યું કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકાર મજબૂત અને અભેદ્ય છે. શિવસેનાના મુખપત્ર સામનામાં સંપાદકીયમાં યુવા નેતાઓની આકાંક્ષાઓને નજરઅંદાજ કરવા પર કૉંગ્રેસની આલોચના પણ કરવામાં આવી. સંપાદકીય લેખમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપ મહારાષ્ટ્રમાં દિવસે સપના જોવાનું છોડી દે.
ઉલ્લેખનીય છે. મધ્યપ્રદેશના કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રદેશના મહારાજા જ્યોતિરાદિત્ય સિંધિયા 22 ધારાસભ્ય સાથે મંગળવારે પાર્ટી છોડી દીધી હતી. અને સિંધિયાએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપે સિંધિયાને મધ્યપ્રદેશમાં રાજ્યસભાના ઉમેદવાર પણ જાહેર કરી દીધાં છે.
શિવસેનાએ આ રાજકીય ઘટનાક્રમો પર પ્રતિક્રિયા આપતા યુવા નેતાઓની આકાંક્ષાઓને નજરઅંદાજ કરવા માટે કૉંગ્રેસની ટીકા પણ કરી છે અને કહ્યું કે કમલનાથ અને દિગ્વિજય સિંહ ભેલ મધ્ય પ્રદેશ કૉંગ્રેસના મોટા દિગ્ગજ નેતાઓ છે પરંતુ સિંધિયા જેવા નેતાને નજરઅંદાજ કરવું જરૂર નહોતી. સામનામાં કહેવામાં આવ્યું કે, શિવસેના નીત મહાવિકાસ અઘાડી સરકાર મજબૂત અને અભેદ્ય છે તેને કોઈ અડી પણ શકે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion