PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
સેલવાસમાં પ્રધાનમંત્રી મોદીએ નમો હોસ્પિટલનું લોકાપર્ણ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે દિવ દમણના પ્રસાશક પ્રફૂલ પટેલ પણ હાજર રહ્યા હતા.

PM Modi in Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ પ્રવાસને લઈ ગુજરાત આવી પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદી સુરત એરપોર્ટ પહોંચ્યા બાદ અહીંથી સેલવાસ પહોંચ્યા છે. સેલવાસમાં પ્રધાનમંત્રી મોદીએ નમો હોસ્પિટલનું લોકાપર્ણ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે દિવ દમણના પ્રસાશક પ્રફૂલ પટેલ પણ હાજર રહ્યા હતા. સેલવાસમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નમો હોસ્પિટલનું લોકાર્પણ પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવ્યું છે.
#WATCH | Silvassa, Dadra and Nagar Haveli: Prime Minister Narendra Modi inaugurates the first phase of the NAMO Hospital.
(Source - ANI/DD) pic.twitter.com/RgvBtwZu5j— ANI (@ANI) March 7, 2025
દમણમાં ટોય ગાર્ડન અને નાઈટ બજારનું પણ ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. જે પ્રવાસન ઉદ્યોગને વેગ આપશે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી કુલ ₹2,587 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. દીવમાં નવા સર્કિટ હાઉસના મકાનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી સાયલી ખાતે જાહેર સભાને સંબોધિત કરશે અને વિવિધ યોજનાઓ અંગે માહિતી આપશે.
વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
આ મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી મોદી સૌરાષ્ટ્રની મુલાકાત લીધી હતી. આજે ફરી પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. આજે અને આવતીકાલે પ્રધાનમંત્રી મોદીનો દક્ષિણ ગુજરાતનો પ્રવાસ છે. સુરત, નવસારી અને સેલવાસમાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.
વિશાળ જનસભાને સંબોધિત કરશે
પ્રધાનમંત્રી મોદી સાંજે 4થી 6 વાગ્યા સુધી લિંબાયત નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે લાભાર્થીઓ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે, જ્યાં પ્રધાનમંત્રી મોદી દ્વારા 2 લાખથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે વિશાળ જનસભાને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી મોદી 8 માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં પ્રસંગે નવસારી જિલ્લાનાં વાંસી બોરસી ગામમાં લખપતિ દીદી કાર્યક્રમમાં સહભાગી થશે અને લખપતિ દીદીઓ સાથે વાતચીત કરશે. તેઓ 5 લખપતિ દીદીઓને લખપતિ દીદી સર્ટિફિકેટથી સન્માનિત પણ કરશે.
લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ સુધી 3 કિમીનો રોડ શો
પ્રધાનમંત્રી મોદી સુરત એરપોર્ટથી સીધા સેલવાસા જશે. સેલવાસાથી હેલિકોપ્ટર મારફતે પર્વત પાટિયા હેલીપેડ પહોંચશે. પીએમ મોદી પર્વત પાટિયાથી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ સુધી 3 કિમીનો રોડ શો યોજશ. સાંજે 5 વાગ્યે નીલગીરી ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી મોદી જાહેર સભાને સંબોધશે. અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ પહોંચશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે. 8 માર્ચ શનિવારે સુરત એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે.

