Shivaji Death Anniversary : શિવાજીએ વિકસાવેલી ગોરિલ્લા યુદ્ધની ટેકનિક શું હતી? જાણો રોચક તથ્યો
શિવાજી માત્ર એક મહાન યોદ્ધા જ નહીં પરંતુ કુશળ વ્યૂહરચનાકાર પણ હતા
Remembering Chhatrapti Shivaji Maharaj On His Death Anniversary: આજે બહાદુર છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ છે, જેમણે મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. વર્ષ 1680માં આ દિવસે તેમનું અવસાન થયું હતું. તેમણે રાયગઢ કિલ્લામાં અંતિમ શ્વાસ લીધા હતા. શિવાજી માત્ર એક મહાન યોદ્ધા જ નહીં પરંતુ કુશળ વ્યૂહરચનાકાર પણ હતા. ઈ.સ 1674માં તેમણે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો. તે ઘણા વર્ષો સુધી મુઘલ સામ્રાજ્ય સાથે લડ્યા અને ઔરંગઝેબના શાસન વિરૂદ્ધ આક્રમકતાથી લડ્યા. 1674માં 44 વર્ષની વયે તેમનો રાજ્યાભિષેક થયો અને તેઓ છત્રપતિ બન્યા. જાણો શિવજી અને તેમની બહાદુરી સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો.
શિવજી સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ - રોચક તથ્યો -
સિંહાસન સંભાળ્યા બાદ શિવાજીને માત્ર 2,000 મરાઠા સૈનિકોની સેના મળી જેને તેમણે 10,000 સૈનિકોમાં પરિવર્તિત કરી. રાજકાજની ભાષા ફારસી હતી જે તેણે મરાઠીમાં બદલી.
શિવાજીએ ગેરિલા યુદ્ધની નવી ટેકનીકોને જન્મ આપ્યો અને તે એકલા હજારો સૈનિકો માટે પૂરતા હતા. તેમને યુદ્ધમાં હરાવવું ખૂબ મુશ્કેલ હતું.
જૂના જમાનાના લોકો માને છે કે, શિવજીનું નામ ભગવાન શિવના નામ પરથી રાખવામાં આવ્યું હતું જ્યારે કેટલાક કહે છે કે, તેમનું નામ સ્થાયી દેવતાના નામ પરથી શિવજી રાખવામાં આવ્યું હતું.
તેઓ હંમેશા મહિલાઓના અધિકારો માટે આગળ આવ્યા. મહિલાઓના સન્માનમાં કોઈ કમી ન રહેવી જોઈએ, તે હંમેશા તેમના રાજ્યમાં ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. તેમના શાસનમાં મહિલાઓને જેલમાં નાખવાની મંજૂરી ન હતી.
શિવાજી મહારાજે અષ્ટ પ્રધાન મંડળની સ્થાપના કરી હતી, જે આઠ અધિકારીઓની પરિષદ હતી. જેણે શિવાજીને વિવિધ રાજકીય અને વહીવટી મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું.
છત્રપતિ શિવાજી મહારાજ મધ્યયુગીન ભારતના પ્રથમ ભારતીય રાજા હોવાનું કહેવાય છે જેમની પોતાની નૌકાદળ હતી. તેમણે 1665માં તેમનું પ્રથમ નૌકા અભિયાન શરૂ કર્યું.
શિવાજી પાસે ઔપચારિક શિક્ષણ ન હતું પરંતુ તેઓ રામાયણ અને મહાભારતનું સારું જ્ઞાન ધરાવતા હતા અને હંમેશા કંઈક નવું શીખવામાં માનતા હતા.
તેઓ ધાર્મિક ભેદભાવની સખત વિરુદ્ધ હતા અને તેમની નૌકાદળમાં દૌલત ખાન અને ઈબ્રાહિમ ખાન જેવા ઘણા બહાદુર સૈનિકો હતા.
1674માં 44 વર્ષની વયે તેમનો રાજ્યાભિષેક થયો અને તેઓ છત્રપતિ બન્યા. જાણો શિવજી અને તેમની બહાદુરી સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો.