Dakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?
ગુજરાતના અંબાજી મંદિર, દ્વારકા મંદિર (Dakor Temple)બાદ હવે ડાકોરના ઠાકોરને પણ ભક્તો ધજા ચઢાવી શકશે. આજે દેવ દિવાળીના પાવન પર્વ પર ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવતા તમામ ભક્તો હવે મંદિરના શિખર ઉપર ધજા ચઢાવી શકશે. આ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભગવાનને દ્વારિકાથી ડાકોર આવ્યાને આજે 869 વર્ષ પૂર્ણ થયા છે. 870 વર્ષમાં મંગલ પ્રવેશ થતાની સાથે જ ટેમ્પલ કમિટી દ્વારા ભક્તો માટે વિશેષ ભેટ આપવાનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત હવે ભક્તો ડાકોર મંદિરમાં ધજા ચઢાવી શકશે. હવે સામાન્ય વ્યક્તિ પણ પોતાની યથાશક્તિ ભેટ ડાકોરના ઠાકોરના ચરણોમાં મૂકી શકશે. ભક્તો હવે મંદિરના શિખર પર ધજા ચઢાવી શકશે. મુખ્ય શિખર ઉપર ધજા ચડાવવાનો લાગો યથાવત રાખવામાં આવ્યો છે. નાના શિખર ઉપર યથાશક્તિ ભેટ ચરણોમાં મૂકી ભક્તો હવે ધજા ચઢાવી શકશે.