Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
તાજેતરના સમયમાં ભારતીય બજારમાં ઘણા શાનદાર ફોન લૉન્ચ કરવામાં આવ્યા છે
Best Smartphone Under Rs 30000: જો તમે તમારા માટે સારો મિડ-રેન્જ સ્માર્ટફોન ખરીદવા માંગતા હોવ તો અમે તમારા માટે કેટલાક વધુ સારા વિકલ્પો લાવ્યા છીએ. તાજેતરના સમયમાં ભારતીય બજારમાં ઘણા શાનદાર ફોન લૉન્ચ કરવામાં આવ્યા છે. જો તમારું બજેટ 30 હજાર રૂપિયાથી ઓછું છે તો તમે આ લિસ્ટ જોઈ શકો છો.
OnePlus Nord 4 5G
OnePlus Nord 4 5G ફોનના 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટને એમેઝોન પરથી 29,998 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોનમાં Snapdragon 7+ Gen 3 પ્રોસેસર ઉપલબ્ધ હશે. તેમજ 5500mAh બેટરી આપવામાં આવી છે.
OnePlus Nord 4 5G ફોનમાં AI ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. ફોનમાં 120Hz ડિસ્પ્લે છે. ફોટોગ્રાફી માટે તેમાં 50MP સોની કેમેરા છે.
Realme GT 6T 5G
Realme GT 6T 5G ફોનના 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટને એમેઝોન પરથી 30,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન ખરીદવા પર 4 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે.
Snapdragon 7+ Gen 2 પ્રોસેસર Realme GT 6T 5G સ્માર્ટફોનમાં ઉપલબ્ધ છે. વધુમાં તેમાં 5500mAh બેટરી છે, જે 120W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સિવાય ફોનમાં 50MP Sony LYT-600 પ્રાઇમરી કેમેરા છે.
OPPO F27 Pro+
OPPO F27 Pro+ 5G ફોનનો 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ એમેઝોન પરથી 27,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન ખરીદવા પર તમને 2799 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફોનમાં 6.7 ઇંચની ડિસ્પ્લે છે. ઉપરાંત, તેમાં MediaTek ડાયમેન્સિટી 7050 પ્રોસેસર છે. આ ફોનમાં 67W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ છે. આ ફોનમાં 64 MPનો પ્રાઈમરી કેમેરા પણ છે.
10,000 થી પણ ઓછામાં Vivo Y18t લૉન્ચ, 50MP કેમેરા, 5000 mAhની બેટરી સાથે મળશે આ ફિચર