Kiss With Masks: માસ્ક પહેરીને કિસ કરવી કેટલી સુરક્ષિત છે ?
કોરોનાના કહેર વચ્ચે અનેક જાણીતી સેલિબ્રિટી માસ્ક પહેરીને કિસ કરતી જોવા મળી હતી. તાજેતરમાં અમેરિકાની વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેસિસ અને ડોગ હમેફોન માસ્ક સાથે કિસ કરીને એકબીજાથી અલગ થઈ ગયા હતા. અભિનેતા વરૂણ સુદુદે કેપ ટાઉન રવાના થતાં પહેલા તેની પ્રેમિકા દિવ્યા અગ્રવાલને મુંબઈ એરપોર્ટ પર માસ્ક પહેરીને કિસ કરી હતી.
નવી દિલ્હીઃ કોરોનાના કહેર વચ્ચે અનેક જાણીતી સેલિબ્રિટી માસ્ક પહેરીને કિસ કરતી જોવા મળી હતી. તાજેતરમાં અમેરિકાની વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેસિસ અને ડોગ હમેફોન માસ્ક સાથે કિસ કરીને એકબીજાથી અલગ થઈ ગયા હતા. અભિનેતા વરૂણ સુદુદે કેપ ટાઉન રવાના થતાં પહેલા તેની પ્રેમિકા દિવ્યા અગ્રવાલને મુંબઈ એરપોર્ટ પર માસ્ક પહેરીને કિસ કરી હતી. જે બાદ કિસ કરતી વખતે માસ્ક પહેરવું સુરક્ષિત છે તેવો સવાલ ઉઠી રહ્યો છે. આંશિક રીતે રસીકરણ થઈ ગયેલા વિશ્વમાં એક્સપર્ટ શું કરી રહ્યા છે તે જાણીએ.
માસ્ક કોન્ડોમ જેવું છે, જો યોગ્ય રીતે ન પહેરો તો.....
દિલ્હી સ્થિત ડો. અનુભા સિંહ સ્ત્રી રોગ વિશેષજ્ઞ અને શાંતા ફર્ટિલિટી સેન્ટરના ડિરેક્ટર કહે છે, માસ્ક એક વ્યક્તિની બીજા વ્યક્તિથી રક્ષા કરે છે. જે તમારા શ્વાસના કણનો ફેલાવો મર્યાદીત કરે છે. માસ્ક હકીકતમાં કોવિડ-19નું જોખમ ઓછું કરવા માટે બંને વ્યક્તિએ પહેરવું જોઈએ. આ રણનીતિ તમામ માટે નથી. તેઓના કહેવા મુજબ માસ્ક કોન્ડોમ જેવું છે. જ્યાં સુધી તમે યોગ્ય રીતે ન પહેરો ત્યાં સુધી 100 ટકા સુરક્ષિત નથી. તેથી કિસ કરતી વખતે બહુ સાવધાની રાખવી પડશે. જાહેર જગ્યાએ કિસ કરવા પર જો કોઈ એક વ્યક્તિએ માસ્ક નહીં પહેર્યું તો કોવિડ-19 બીજા કોઈને જરૂર થશે.
માસ્કની બહારની સપાટી પર હોય છે વધારે વાયરસ
મધર્સ લેપ આઈપીએલ સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર અને આઈવીએફ નિષ્ણાતા ડો. શુભા ગુપ્તાના કહેવા મુજબ આ ખૂબ ખતરનાક છે. કારણકે માસ્કની બહારની સપાટી પર અન્ય લોકો કરતાં વધારે વાયરસ હોય છે. માસ્કની સાથે નજીકનો સંપર્ક જોખમ ભર્યો હોય છે. તેથી સામ-સામે સંપર્ક કે નજીકથી બચવાની સલાહ છે. બે માસ્ક પહેરેલા લોકો એકબીજાને કિસ કરે તો કેવી સમસ્યા થઈ શકે ? તેનો જવાબ આપતાં જણાવ્યું કે, હાલ આ શંકાસ્પદ વાત છે. તમારા નાક પર પોતાની સુરક્ષા માટે પહેરવામાં આવેલા માસ્કરમાં વાયરસ સરળતાથી એરોસોલથી ઘૂસી શકે છે. તેથી ખૂબ સાવધાન રહેવું જોઈએ અને જાહેર જગ્યાએ માસ્ક પહેરીને કિસ કરવાથી બચવું જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
