Army Accident: સિક્કીમમાં 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 4 જવાનોના મોત
Sikkim Road Accident: ભારતીય સેનાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર સિક્કિમમાં ભારત-ચીન સરહદ પાસે ભારતીય સેનાનો ટ્રક ભયાનક માર્ગ અકસ્માતનો શિકાર બન્યો છે
Sikkim Road Accident: ભારતીય સેનાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર સિક્કિમમાં ભારત-ચીન સરહદ પાસે ભારતીય સેનાનો ટ્રક ભયાનક માર્ગ અકસ્માતનો શિકાર બન્યો છે. આ દૂર્ઘટનામાં 4 જવાનો શહીદ થયા છે. આ ટ્રક રસ્તા પરથી સરકીને 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો. આ દૂર્ઘટના ત્યારે થઈ જ્યારે સેનાનો ટ્રક પશ્ચિમ બંગાળના પેડોંગથી સિલ્ક રૂટ થઈને સિક્કિમના પાક્યોંગ જિલ્લાના ઝુલુક જઈ રહ્યો હતો.
NDTVના અહેવાલ મુજબ, આ ઘટના સિક્કિમના રેનોક રોંગલી સ્ટેટ હાઈવે પર દલોપચંદ દારાની પાસે બની હતી. હાલ અકસ્માતની માહિતી મળતા જ સેનાના અધિકારીઓ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
Four Indian Army personnel died in a road accident today commuting from Pedong in West Bengal to Zuluk along Silk Route in Pakyong District. The deceased include driver Pradeep Patel from Madhya Pradesh, craftsman W. Peter from Manipur, Naik Gursev Singh from Haryana and Subedar… pic.twitter.com/kdcytILLkN
— ANI (@ANI) September 5, 2024
માર્ગ દૂર્ઘટનામાં ભારતીય સેનાના જવાનો શહીદ
આ અકસ્માતમાં મૃતકોની ઓળખ થઈ ગઈ છે. જેમાં મૃતકોની ઓળખ ડ્રાઈવર પ્રદીપ પટેલ મધ્યપ્રદેશના, કારીગર ડબલ્યૂ પીટર મણિપુર, નાઈક ગુરસેવ સિંહ હરિયાણા અને સુબેદાર કે. તામિલનાડુ તરીકે થઈ હતી. થનગાપંડી સ્વરૂપે થયું છે. સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડ્રાઇવર સહિત તમામ મૃતકો પશ્ચિમ બંગાળના બીનાગુરીમાં એક યૂનિટના સૈન્ય કર્મચારી હતા.
આ પણ વાંચો
Train Cancelled: રેલવેએ આ ટ્રેનોને આગામી દિવસો માટે કરી છે કેન્સલ, બુકિંગ કરતાં પહેલા કરી લો ચેક