શોધખોળ કરો
Advertisement
દેશના આ રાજ્યમાં 15 જૂનથી ખૂલશે સ્કૂલ અને કોલેજ, જાણો વિગતે
કોલેજ અને યુનિવર્સિટીના વર્ગો બે પાળીમાં ચાલશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગ તથા અન્ય બાબતોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
ગંગટોકઃ સિક્કિમમાં 15 જૂનથી સ્કૂલ તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી કુંગા નીમા લેપચાએ જણાવ્યું, ધોરણ 9 થી 12 તથા બોર્ડની પરીક્ષાના મહત્વને જોતાં આ ફેંસલો લેવામાં આવ્યો છે. સિક્કિમમાં હાલ કોરોનાનો એકપણ કેસ નથી.
લેપચાએ જણાવ્યું કે, તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં સરકારના દિશાનિર્દેશને ધ્યાનમાં રાખીને ધોરણ 9 થી 12 સુધીના વર્ગો શરૂ થશે. નર્સરીથી લઈ આઠમા ધોરણ સુધીના ક્લાસ હાલ શરૂ નહીં થાય. આઠમા ધોરણ સુધીના વર્ગો આગામી આદેશ સુધી રદ્દ રહેશે.
આ ઉપરાંત રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા ચાલુ રહેશે. લેપચાએ કહ્યું, સ્કૂલ ચાલુ થશે પરંતુ ત્યાં દૈનિક પ્રાર્થના સભા નહીં યોજાય. વાર્ષિક પરીક્ષા ફેબ્રુઆરી 2021 સુધી ટાળી દેવામાં આવી છે. સ્કૂલો શનિવારે પણ ચાલુ રહેશે. કોલેજ અને યુનિવર્સિટીના વર્ગો બે પાળીમાં ચાલશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગ તથા અન્ય બાબતોનું પાલન કરવું ફરજિયાત રહેશે. શિક્ષણ ખૂબ મહત્વનું છે અને તેની સાથે આપણે કોઈપણ ભોગે છેડછાડ ન કરવી જોઈએ.We'll be reopening all schools & colleges from 15th June. We will start with classes 9th to 12th while classes for Nursery to VIII will not be held. Morning assemblies will not be allowed in the schools to ensure social distancing: Kunga Nima Lepcha, Sikkim Education Min (22.05) pic.twitter.com/dk0lCaznZu
— ANI (@ANI) May 22, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion