શોધખોળ કરો

Atiq Ahmed Murder Case: અતીક અહેમદ અને અશરફ હત્યા કેસમાં SITની રચના, આ ત્રણ વરિષ્ઠ અધિકારીઓ કરશે તપાસ

અતીક અહેમદ અને અશરફ અહેમદ હત્યા કેસમાં એસઆઈટી તપાસ માટે હવે ત્રણ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. 

Atiq Ahmed Murder Case: અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની હત્યા બાદ હવે જોરશોરથી કાર્યવાહી ચાલી રહી છે. પ્રથમ તપાસ માટે ત્રણ સભ્યોના ન્યાયિક તપાસ પંચની રચના કરવામાં આવી હતી. પરંતુ હવે હત્યાની તપાસ માટે ત્રણ સભ્યોની SITની રચના કરવામાં આવી છે. SIT તપાસની જવાબદારી રાજ્યના ત્રણ વરિષ્ઠ અધિકારીઓને સોંપવામાં આવી છે.

અતીક અહેમદ અને અશરફની હત્યા કેસમાં વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હત્યાની ઝીણવટભરી તપાસ માટે ત્રણ સભ્યોની SITની રચના કરવામાં આવી છે. તેની રચના પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે. DCP ક્રાઈમ SIT તપાસનું નેતૃત્વ કરશે. આ સિવાય ACP સતેન્દ્ર તિવારી અને ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર ઓમ પ્રકાશ સિંહને પણ ત્રણ સભ્યોની ટીમમાં રાખવામાં આવ્યા છે. જો કે આ પહેલા રવિવારે જ ન્યાયિક તપાસ માટે કમિશનની રચના કરવામાં આવી હતી.

બે મહિનામાં રિપોર્ટ આપવાનો રહેશે

સત્તાવાર માહિતી અનુસાર અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અરવિંદ કુમાર ત્રિપાઠી ની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોનું કમિશન બનાવવામાં આવ્યું છેજેમાં ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક સુભેશ કુમાર સિંહ અને નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ બ્રિજેશ કુમાર સોની પંચના સભ્યો તરીકે સામેલ છે. આ મામલાની તપાસ કર્યા બાદ કમિશને તેનો રિપોર્ટ બે મહિનામાં સરકારને સુપરત કરવાનો રહેશે. રાજ્યના ગૃહ વિભાગે કમિશન ઑફ ઈન્ક્વાયરી એક્ટ, 1952 હેઠળ કમિશનની રચના કરી છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અતિક અહેમદ અને અશરફની સનસનાટીભરી હત્યાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે આમાં ત્રણ સભ્યોનું ન્યાયિક તપાસ પંચ બનાવવામાં આવે અને આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. વિશેષ પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારે કહ્યું હતું કે 'મુખ્યમંત્રીએ અહેમદ અને અશરફની હત્યાની તપાસ માટે ત્રણ સભ્યોના ન્યાયિક પંચની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે'.

ત્રણેય હુમલાખોરોને નૈની જેલમાં રાખવામાં આવશે

અતીક અને અશરફની હત્યા બાદ ત્રણેય હુમલાખોરોએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે મોડી રાત્રે ત્રણેય હુમલાખોરોની પૂછપરછ કરી હતી. ત્રણ હુમલાખોરોની ઓળખ લવલેશ તિવાર, સની અને અરુણ મૌર્ય તરીકે થઈ છે. અનેક રાઉન્ડની પૂછપરછ બાદ પોલીસ હવે ત્રણેય હુમલાખોરોને પ્રયાગરાજની નૈની જેલમાં મોકલી રહી છે. તે જ સમયે, આ હત્યાકાંડની તપાસ માટે ત્રણ સભ્યોના ન્યાયિક પંચની રચના કરવામાં આવી છે. આ કમિશન બે મહિનામાં પોતાનો રિપોર્ટ આપશે.

અતીકને ક્યાં ક્યાં વાગી હતી ગોળી?

- એક માથામાં

- એક ગળામાં

- એક છાતીમાં

- એક કમરમાં

અશરફને ક્યાં વાગી હતી ગોળીઓ?

- એક ગળાના ભાગે

-એક પીઢના ભાગે

- એક કાંડાના ભાગે

- એક પેટમાં

- એક કમરમાં

જ્યારે અશરફના શરીરની અંદરથી ત્રણ ગોળીઓ મળી હતી અને બે આર પાર નિકળે થઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget