શોધખોળ કરો
Advertisement
કર્ણાટક: ગણેશ વિસર્જન દરમિયાન 6 બાળકોના ડૂબી જવાથી મોત
કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જવાથી છ બાળકોના મોત નીપજ્યા છે. સ્થાનિક લોકો અનુસાર ગણપતિ વિસર્જન દરમિયાન તમામ બાળકો મૂર્તિની ચપેટમાં આવી ગયા હતા.
બેંગ્લોર: કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જવાથી છ બાળકોના મોત નીપજ્યા છે. કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ(કેજીએફ) પાસે મરદઘટ્ટા ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન 14 વર્ષના 6 બાળકો ડૂબી જતાં મોત થયા છે. મૃતક બાળકોમાં ચાર છોકરી અને બે છોકરા સામેલ છે.
સ્થાનિક લોકો અનુસાર ગણપતિ વિસર્જન દરમિયાન તમામ બાળકો મૂર્તિની ચપેટમાં આવી ગયા હતા. તમામ બાળકો ગણપતિ વિસર્જનમાં પરિવારવાળાની કહ્યાં વગર ગયા હતા. જ્યારે મોડી રાતે બાળકો ઘરે ન પહોંચતા શોધખોળ ચાલુ કરી હતી. તમામ બાળકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધી બાળકોનું મોત થઈ ચુક્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement