શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુવાહાટીમાં મોલ બહાર વિસ્ફોટ, છ લોકો ઇજાગ્રસ્ત, શહેરમાં હાઇએલર્ટ
આ વિસ્ફોટમાં છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલાની પ્રારંભિક જાણકારી અનુસાર, વિસ્ફોટ બાદ સમગ્ર શહેરમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ આસામની રાજધાની ગુવાહાટીમાં આતંકીઓએ એક વિસ્ફોટ કર્યો હતો. આતંકીઓએ ગુવાહાટીના જૂ રોડ સ્થિત એક મોલ બહાર ગ્રેનેડ બ્લાસ્ટ કર્યો હતો.આ વિસ્ફોટમાં છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલાની પ્રારંભિક જાણકારી અનુસાર, વિસ્ફોટ બાદ સમગ્ર શહેરમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
આ અંગે ગુવાહાટી પોલીસ કમિશનર દીપક કુમારે કહ્યું કે, વિસ્ફોટની ઘટના રાત્રે લગભગ આઠ વાગ્યે બની હતી. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે. આ મામલામાં ફોરન્સિક વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. ઉત્તર પૂર્વી ભારતમાં સક્રીય આતંકી સંગઠન ઉલ્ફાને આ વિસ્ફોટ પાછળ માસ્ટરમાઇન્ડ માનવામાં આવી રહ્યું છે. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે રાજ્યના ડીજીપી સાથે વાતચીત કરી હતી.Assam: Six people injured in explosion outside a mall on Zoo road in Guwahati, area cordoned off, police present at the spot; injured persons referred to Guwahati Medical College Hospital pic.twitter.com/PotXVWsVFh
— ANI (@ANI) May 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion