શોધખોળ કરો

હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન

21 દિવસની ભૂખ હડતાળ બાદ જંતર-મંતરથી બળજબરીથી સફદરજંગ હોસ્પિટલ ખસેડાયા; AIIMS ના નિષ્ણાતો પણ સારવાર ટીમમાં જોડાયા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સોનમ વાંગચુકની 21 દિવસની ભૂખ હડતાળથી તબિયત ગંભીર.
  • પોલીસે તેમને હોસ્પિટલમાં ખસેડ્યા, પણ તેમણે સારવારનો ઇનકાર કર્યો.
  • ડોક્ટરોએ ગંભીર ડીહાઇડ્રેશન માટે તાત્કાલિક IV પ્રવાહી જરૂરી જણાવ્યું.
  • વાંગચુક અને પરિવાર સારવાર માટે મંજૂરી આપવાનો ઇનકાર કરે છે.

Sonam Wangchuk health update: લદ્દાખના અધિકારો માટે દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા 21 દિવસથી અચોક્કસ મુદતની ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ સોનમ વાંગચુકની તબિયત હવે ગંભીર બની રહી છે. શનિવારે (18 જુલાઈ) સવારે તેમની તબિયત અચાનક લથડતાં દિલ્હી પોલીસ તેમને બળજબરીથી જંતર-મંતરથી હટાવીને સફદરજંગ હોસ્પિટલમાં લઈ ગઈ હતી, જેને પગલે ત્યાં થોડા સમય માટે અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. જોકે, હોસ્પિટલમાં દાખલ થયા બાદ પણ વાંગચુકે કોઈપણ પ્રકારની તબીબી સારવાર લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેનાથી ડોક્ટરોની અને તેમના સમર્થકોની ચિંતામાં મોટો વધારો થયો છે.

ડોક્ટરોએ આપી ગંભીર ચેતવણી

સફદરજંગ હોસ્પિટલના ડોક્ટરોએ વાંગચુકના હેલ્થ અપડેટ વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું છે કે, લાંબા સમયથી ભૂખ્યા રહેવાને કારણે તેમના શરીરમાં ડીહાઈડ્રેશનના ગંભીર લક્ષણો જોવા મળી રહ્યા છે. તેમની સ્થિતિ વધુ બગડતી અટકાવવા અને ભવિષ્યની કોઈ ગંભીર શારીરિક ગૂંચવણોથી બચાવવા માટે તેમને તાત્કાલિક મોં વાટે અથવા નસ દ્વારા (IV) પ્રવાહી અને ઈલેક્ટ્રોલાઈટ થેરાપી આપવી અત્યંત જરૂરી છે. ભલે તેઓ હાલમાં સભાન હોય અને તેમના પલ્સ રેટ, બ્લડ પ્રેશર તેમજ ઓક્સિજન લેવલ સામાન્ય (સ્થિર) હોય, પરંતુ તાત્કાલિક સારવાર શરૂ કરવી અનિવાર્ય છે.

AIIMS ના નિષ્ણાતોનું પણ એ જ તારણ

પરિસ્થિતિની નાજુકતાને જોતા નવી દિલ્હીની AIIMS ના એક નિષ્ણાત ડોક્ટરે પણ તેમની સ્વતંત્ર રીતે તપાસ કરી છે. આ તપાસ બાદ તેઓ પણ સફદરજંગ હોસ્પિટલના ડોક્ટરોના નિદાન સાથે સંપૂર્ણપણે સંમત થયા છે. હવે AIIMS ના ડોક્ટર પણ વાંગચુકની સારવાર અને દેખરેખ રાખતી ટીમમાં જોડાઈ ગયા છે અને તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે.

સારવાર લેવાનો સોનમ વાંગચુકનો સ્પષ્ટ ઇનકાર

આ સમગ્ર મામલે સૌથી મોટી મુશ્કેલી એ ઊભી થઈ છે કે, હોસ્પિટલના ડોક્ટરો અને AIIMS ના નિષ્ણાતોના વારંવાર સમજાવવા છતાં, સોનમ વાંગચુકે IV પ્રવાહી, ORS (ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન) કે અન્ય કોઈપણ પ્રકારની દવા લેવાની ચોખ્ખી ના પાડી દીધી છે. એટલું જ નહીં, તેમના પરિવારે પણ હજુ સુધી આ સારવાર શરૂ કરવા માટે લેખિત મંજૂરી (સંમતિ) આપી નથી. હાલમાં મેડિકલ ટીમ તેમને અને તેમના પરિવારને સમજાવવાનો સતત પ્રયાસ કરી રહી છે, જેથી વહેલામાં વહેલી તકે સારવાર શરૂ કરીને તેમના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખી શકાય.

Frequently Asked Questions

સોનમ વાંગચુકને હોસ્પિટલમાં શા માટે દાખલ કરવામાં આવ્યા?

21 દિવસની ભૂખ હડતાળને કારણે તેમની તબિયત ગંભીર બનતા દિલ્હી પોલીસે તેમને જંતર-મંતરથી સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

ડોકટરોએ સોનમ વાંગચુકની તબિયત વિશે શું કહ્યું?

ડોકટરોએ જણાવ્યું કે તેમને ડીહાઈડ્રેશનના ગંભીર લક્ષણો છે. સ્થિતિ વધુ બગડે નહીં તે માટે તાત્કાલિક IV પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટ થેરાપી આપવી જરૂરી છે.

શું સોનમ વાંગચુકે હોસ્પિટલમાં સારવાર સ્વીકારી છે?

ના, તેમણે IV પ્રવાહી, ORS કે અન્ય કોઈ દવા લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમના પરિવારે પણ હજુ સુધી સારવાર માટે લેખિત મંજૂરી આપી નથી.

કયા નિષ્ણાત ડોકટરો તેમની દેખરેખ રાખી રહ્યા છે?

સફદરજંગ હોસ્પિટલના ડોકટરો ઉપરાંત, નવી દિલ્હીની AIIMS ના એક નિષ્ણાત ડોકટર પણ તેમની સારવાર અને દેખરેખ રાખતી ટીમમાં જોડાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget