શોધખોળ કરો

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

જંતર-મંતરથી સંસદ સુધી CJP ના વિરોધ પ્રદર્શનમાં પોલીસનો લાઠીચાર્જ; શિક્ષણ મંત્રી સામે કાર્યવાહીની માંગ અને યુવાનો પરની ક્રૂરતાના વિરોધમાં વાંગચુકે મક્કમતા દર્શાવી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પર્યાવરણવિદ્ સોનમ વાંગચુકે ભૂખ હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી.
  • પોલીસ કાર્યવાહીથી નારાજ વાંગચુકે શિક્ષણ મંત્રીને જવાબદાર ઠેરવવા કહ્યું.
  • સંસદ કૂચ કરતા પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો.

sonam wangchuk fast: દિલ્હીના જંતર-મંતર પર હાલમાં ચાલી રહેલા 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના ઉગ્ર વિરોધ પ્રદર્શન અને સંસદ કૂચ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જાણીતા પર્યાવરણવાદી સોનમ વાંગચુકે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પોતાની ભૂખ હડતાળ ચાલુ જ રાખશે. શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા યુવાનો પર થયેલી પોલીસ કાર્યવાહીથી નારાજ વાંગચુકે સરકાર પાસે શિક્ષણ મંત્રીને જવાબદાર ઠેરવવાની માંગ કરી છે. આ તરફ સંસદ તરફ કૂચ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું છે, જેમાં પોલીસે બળપ્રયોગ કરતા લાઠીચાર્જ પણ કર્યો હોવાના અહેવાલ છે.

વાંગચુકનો સંદેશ: "હું મારા ઉપવાસ ચાલુ જ રાખીશ"

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને પોતાની મક્કમતા દર્શાવી છે. પોતાનો પક્ષ રજૂ કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, "હું મારા ઉપવાસ ચાલુ જ રાખીશ." તેમણે જણાવ્યું કે શાંતિથી પોતાનો વિરોધ નોંધાવી રહેલા યુવાનો પર જે રીતે ક્રૂરતા આચરવામાં આવી રહી છે, તેને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી યુવા નેતાઓને સંસદમાં જઈને સાંસદો સાથે મુલાકાત કરવાની મંજૂરી નહીં મળે, ત્યાં સુધી તેઓ આ ભૂખ હડતાળ સમેટવાના નથી.

"મને આશા છે કે સરકાર શિક્ષણ મંત્રીને જવાબદાર ઠેરવશે"

વાંગચુકે પોતાના એક પત્રમાં જણાવ્યું હતું કે પ્રદર્શન કરી રહેલા યુવા નેતાઓને હોસ્પિટલમાં તેમની સાથે મુલાકાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમણે સરકાર પાસે આશા વ્યક્ત કરી છે કે સરકાર જલ્દીથી શિક્ષણ મંત્રીને આ મામલે જવાબદાર ઠેરવે અને યોગ્ય પગલાં લે. પોલીસ અને તંત્ર દ્વારા ઉશ્કેરણી કરવા છતાં યુવાનોએ જે રીતે શાંતિ જાળવી રાખી, તેનાથી વાંગચુક ખૂબ જ પ્રભાવિત થયા છે.

તેમણે સરકાર અને પોલીસ પ્રશાસનને અપીલ કરી છે કે વિદ્યાર્થીઓને આજે કે આવતીકાલે સંસદમાં પોતાની ફરિયાદો રજૂ કરવાની તક આપીને આ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવે. સાથે જ તેમણે યુવા પ્રદર્શનકારીઓ પાસે પણ આશા રાખી છે કે તેઓ આવતીકાલે પણ આજની જેમ જ અતૂટ ધીરજ અને સહિષ્ણુતા જાળવી રાખશે.

આ પણ વાંચોઃ Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત

સંસદ તરફ કૂચ કરતા પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ

બીજી તરફ, મેદાન પરની સ્થિતિ ખૂબ જ તંગ બની ગઈ છે. CJP દ્વારા જંતર-મંતર પર કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનને પગલે વિસ્તારમાં પહેલેથી જ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આમ છતાં, મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ દેશના સંસદ ભવન સુધી પહોંચી ગયા હતા. આ પરિસ્થિતિને જોતા અધિકારીઓએ સુરક્ષામાં વધુ વધારો કર્યો હતો અને કેટલાક કડક નિયંત્રણો પણ લાદી દીધા હતા. જ્યારે પ્રદર્શનકારીઓએ સુરક્ષા બેરિકેડ્સ પાર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને રોકવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે અથડામણ જોવા મળી હતી અને પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હોવાના પણ અહેવાલો મળ્યા છે.

આ પણ વાંચોઃ હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન

Frequently Asked Questions

સોનમ વાંગચુક શું કરી રહ્યા છે?

જાણીતા પર્યાવરણવાદી સોનમ વાંગચુક દિલ્હીના જંતર-મંતર પર ભૂખ હડતાળ પર છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાનો ઉપવાસ ચાલુ જ રાખશે.

તેમણે ઉપવાસ ચાલુ રાખવાનું શા માટે કહ્યું?

શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા યુવાનો પર થયેલી પોલીસ કાર્યવાહીથી નારાજ વાંગચુકે આ નિર્ણય લીધો છે. યુવા નેતાઓને સાંસદો સાથે મુલાકાત ન મળે ત્યાં સુધી તેઓ ઉપવાસ ચમેટશે નહીં.

સરકાર પાસેથી તેમની મુખ્ય માંગ શું છે?

વાંગચુકે સરકાર પાસે શિક્ષણ મંત્રીને જવાબદાર ઠેરવવાની માંગ કરી છે. તેમણે વિદ્યાર્થીઓને સંસદમાં ફરિયાદો રજૂ કરવાની તક આપવા પણ અપીલ કરી છે.

સંસદ કૂચ દરમિયાન શું થયું?

સંસદ તરફ કૂચ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું. પોલીસે બેરિકેડ્સ પાર કરતા અટકાવવા માટે બળપ્રયોગ અને લાઠીચાર્જ પણ કર્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget