શોધખોળ કરો
દક્ષિણ આફ્રિકાએ સીરમની વેક્સીન કોવિશીલ્ડને આપી મંજૂરી, ભારત આપશે 15 લાખ ડોઝ
દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસા 14 લાખથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 40 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં પ્રતિદિન એવરેજ 12 હજાર નવા કેસ સામે આવી રહ્યાં છે.

નવી દિલ્હી : દક્ષિણ આફ્રિકાના આરોગ્ય વિભાગે પણ ભારતના સીરમ ઈન્સ્ટીટ્યૂટની વેક્સીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. સીરમ ઈસ્ટીટ્યૂટ થોડા દિવસોની અંદિર દક્ષિણ આફ્રિકાને 15 લાખ કોવિશીલ્ડના ડોઝ સપ્લાઈ કરશે. જેને હેલ્થવર્કર્સને આપવામાં આવશે. મહત્વનું છે કે , દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસા 14 લાખથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 40 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં પ્રતિદિન એવરેજ 12 હજાર નવા કેસ સામે આવી રહ્યાં છે. ભારત ગત સપ્તાહે જાહેરાત કરી હતી કે, શ્રીલંકા અને આઠ અન્ય દેશો- ભૂટાન, માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યામાં, સેશલ્સ, અફઘાનિસ્તાન અને મોરીશસને અનુદાન સહાયતા હેઠળ કોવિડ-19ની રસી મોકલશે. પાડોશી પ્રથમ નીતિ અનુસાર, નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન અને માલદીવને પહેલા ભારતે રસી મોકલાવી દીધી છે.
વધુ વાંચો





















