શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: દેશમાં 24 કલાકમાં 5600થી વધારે કેસ નોંધાયા, સંક્રમિતોની કુલ સંખ્યા 1 લાખ 12 હજારને પાર
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,12,359 પર પહોંચી છે. 3435 લોકોના મોત થયા છે અને 45,299 લોકો સાજા થઈ ગયા છે. હાલ 63,624 એક્ટિવ કેસ છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકડાઉન 4.0માં છૂટછાટ આપવા બાદ લોકોના બહાર નીકળવાની સાથે કોરોના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 3400ને પાર કરી ગઈ છે, જ્યારે સંક્રમિતોની સંખ્યા 1,12,300ને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 5609 નવા કેસ નોંધાયા છે અને 132 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,12,359 પર પહોંચી છે. 3435 લોકોના મોત થયા છે અને 45,299 લોકો સાજા થઈ ગયા છે. હાલ 63,624 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત મહારાષ્ટ્રમાં 1390, ગુજરાતમાં 749, મધ્યપ્રદેશમાં 267, દિલ્હીમાં 176, આંધ્રપ્રદેશમાં 53, આસામમાં 4, બિહારમાં 10, ચંદીગઢમાં 3, હરિયાણામાં 14, હિમાચલ પ્રદેશમાં 3, જમ્મુ-કાશ્મીરમાં 18, ઝારખંડમાં 3, કર્ણાટકમાં 41, કેરળમાં 4, મેઘાલયમાં 1, ઓડિશામાં 6, પુડ્ડુચેરીમાં 1, પંજાબમાં 38, રાજસ્થાનમાં 147, તમિલનાડુમાં 87, તેલંગાણામાં 40, ઉત્તરાખંડમાં 1, ઉત્તરપ્રદેશમાં 127 અને પશ્ચિમ બંગાળમાં 253 લોકોના મોત થયા છે. સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 39,297 પર પહોંચી છે. તમિલનાડુમાં 13191, ગુજરાતમાં 12537, દિલ્હીમાં 11088, રાજસ્થાનમાં 6015, મધ્યપ્રદેશમાં 5735, ઉત્તરપ્રદેશમાં 5175, આંધ્રપ્રદેશમાં 2602, પંજાબમાં 2005, તેલંગાણામાં 1661, પશ્ચિમ બંગાળમાં 1403 સંક્રમિતો નોંધાયા છે.Spike of 5,609 #COVID19 cases & 132 deaths in the last 24 hours. Total number of cases in the country now at 112359, including 63624 active cases & 3435 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/NTJ4SXz9qZ
— ANI (@ANI) May 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion