શોધખોળ કરો
Advertisement
શ્રીનગર એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, પેસેન્જર પ્લેન બરફ સાથે ટકરાયું
ઈન્ડિગોનું એક પેસેન્જર પ્લેન રનવે પર બરફ સાથે ટકરાયું હતું. વિમાનમાં 233 મુસાફરો સવાર હતા.
શ્રીનગર: શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે એક મોટી દુર્ઘટના બનતા બનતા ટળી હતી. ઈન્ડિગોનું એક પેસેન્જર પ્લેન રનવે પર બરફ સાથે ટકરાયું હતું. વિમાનમાં 233 મુસાફરો સવાર હતા. બરફ સાથે ટકરાયા બાદ આ તમામ યાત્રીઓને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા.
રનવે પર ઉડાન દરમિયાન વિમાનનું એન્જીન રનવેના અંતિમ છેડે જામેલી ભરફ સાથે ટકરાઈ ગયું હતું. જો કે, પાયલટે વિમાનને રોકી દીધું હતું.
તેના બાદ એરપોર્ટ પર તૈનાત ફાયર અને ઈમરજન્સી સર્વિસિસના કર્મચારી ટેન્ડરની સાથે ઘટના સ્થળે પહોઁચ્યા હતા. ઘણા સમય સુધી એરપોર્ટ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે કોઈ યાત્રીને નુકસાન થયું નહોતું. એરપોર્ટ સુરક્ષાના કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસના આદેશ આપ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement