(Source: ECI/ABP News/ABP Majha)
Srinagar માં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, એક કલાકમાં બે અથડામણમાં 2 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. શ્રીનગરમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે.
Srinagar Encounter: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. શ્રીનગરમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, શ્રીનગરની બહારના વિસ્તાર હરવનમાં લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા એક ખતરનાક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. એક અઠવાડિયામાં આ જ વિસ્તારમાં આ બીજુ એન્કાઉન્ટર છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે એક ટ્વિટમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ સલીમ પરે તરીકે કરી હતી, જે લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો.
ટ્વીટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અન્ય એક વિદેશી આતંકવાદી પણ માર્યો ગયો છે. જોકે, બાદમાં માત્ર સલીમની જ હત્યા થઈ હોવાનું કહેવાય છે. સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની આતંકવાદી ભાગવામાં સફળ થયો છે પરંતુ તેને પકડવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
હરવન બાદ શ્રીનગરના ગૌસામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું. પોલીસ અને CRPFની સંયુક્ત ટીમે એક આતંકવાદીને ઠાર માર્યો હતો. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળેથી દારૂગોળો મળી આવ્યો છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચાલી રહ્યું છે. 31 ડિસેમ્બરે પણ શ્રીનગરમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. આ પહેલા 30 ડિસેમ્બરે દક્ષિણ કાશ્મીરમાં બે એન્કાઉન્ટરમાં બે પાકિસ્તાની નાગરિકો સહિત છ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
આ પણ વાંચો.........
SBI Recruitment: એસબીઆઈમાં અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, આ તક ચૂકશો નહીં, આજે જ કરો અરજી
વિરાટ કોહલી પત્રકાર પરિષદમાં કેમ નથી આવતો, રાહુલ દ્રવિડે આપ્યો આ જવાબ