ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, જાણો કઈ તારીખે ક્યાં ક્યાં પડશે વરસાદ ? અમદાવાદમાં ક્યારથી ફરી ઠંડી પડશે ?
5 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે.
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એક વાર કમોસમી વરસાદ પડવાની આગાહી કરાઈ છે. 5 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. બીજી તરફ અમદાવાદમાં 8 જાન્યુઆરીથી ઠંડી વધવાની શક્યતા છે.
છેલ્લાં ચાર દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડા પવનોને કારણે ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અલબત્ત શનિવારથી ઠંડા પવનોનું જોર ઘટતાં ઠંડીમાં આંશિંક ઘટાડો નોંધાયો છે છતાં ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે-ત્રણ દિવસો દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં આવતા અઠવાડિયા દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શક્યતા છે
હવામાન ખાતાની આગાહી મુજબ, રાજ્યમાં 5 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન ખાતા દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તથા મહિસાગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિ પાકની સીઝનમાં વરસાદની આગાહીથી ખેડૂતો ફરી એક વાર ખેતીને નુકસાન થવાની શક્યતાથી ચિંતિત બન્યા છે.
હવામાન વિભાગના અહેવાલ મુજબ, શુક્રવારે મોડી રાત સુધી શહેરમાં ઠંડા પવનોને કારણે લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. શનિવારે સવારથી અમદાવાદનું તાપમાન વધતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન 3 ડિગ્રી વધીને 27.5 ડિગ્રી અને લઘુતમ પણ 3 ડિગ્રી વધીને 15.1 ડિગ્રી નોંધાયું હતું.
હવે આગામી બેથી ચાર દિવસો દરમિયાન અમદાવાદના તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો થશે પણ 8 જાન્યુઆરીથી ઠંડી વધવાની શક્યતા છે. રાજ્યમાં 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી 4થી 5 દિવસોમાં શહેરોના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં રાજ્ય સહિતના કેટલાક વિસ્તારોમાં માવઠું અને વરસાદી છાંટા પડવાને કારણે ઠંડી વધી હતી. આ ઉપરાંત ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ઠંડા પવન શરૂ થતાં શહેરમાં ઠંડી વર્તાઈ હતી. હવે ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે પણ અમદાવાદમાં 8 જાન્યુઆરીથી ઠંડી વધવાની શક્યતા છે.
આ પણ વાંચો..........
CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી
IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ
વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા
UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા