શોધખોળ કરો
Advertisement
ફિલ્મો અને સીરિયલના શૂટિંગને સરકારે આપી મંજૂરી, આ બાબતો રાખવી પડશે ધ્યાનમાં
સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે મીડિયા અને ફિલ્મ પ્રોડક્શન ઈન્ડસ્ટ્રી માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP)ની જાહેરાત કરી. જાવડેકરે કહ્યું, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શૂટિંગ માટે માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ ફરજિયાત બનાવાયો છે.
નવી દિલ્હીઃ કોરોના કાળમાં લાંબા સમયથી ફિલ્મો અને ટેલીવિઝનનું શૂટિંગ અટકી ગયું હતું. અનેક ફિલ્મ મેકર્સ શૂટિંગ પૂરું કરવા વિદેશ જવાનું વિચારી રહ્યા હતા. આ દરમિયાન આજે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ફિલ્મો અને ટીવી શોના શૂટિંગની મંજૂરી આપવાની વાત કહી છે. તેમણે કહ્યું, ફિલ્મો અને ટીવી શોનું શૂટિંગ ફરીથી શરૂ કરી શકાય છે. આ માટે સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોનું પાલન કરવું પડશે.
સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે મીડિયા અને ફિલ્મ પ્રોડક્શન ઈન્ડસ્ટ્રી માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP)ની જાહેરાત કરી. જાવડેકરે કહ્યું, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શૂટિંગ માટે માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ ફરજિયાત બનાવાયો છે. જે લોકો માત્ર કેમેરા સામે છે કે જેમનું શૂટિંગ ચાલું છે તેમને છૂટ આપવામાં આવશે.
એસઓપી અંગે જાવડેકરે કહ્યું, ઓછામાં ઓછો સંપર્ક એસઓપીનો મૂળ હેતુ છે. શૂટિંગ દરમિયાન વિગ્સ, કપડાં, મેકઅપ આઈટમની ઓછામાં ઓછી અદલા-બદલી થાય, મેકઅપ આર્ટિસ્ટ અને હેર સ્ટાયલિશ પીપીઈ કિટનો ઉપયોગ કરે તે ધ્યાનમાં રાખવું પડશે. શૂટિંગ દરમિયાન ઓછામાં ઓછા કાસ્ટ અને ક્રૂ મેમ્બર હોવા જોઈએ. જો કોઈ ઈક્વિપમેન્ટનો અનેક લોકો ઉપયોગ કરતાં હોય તો તેના માટે ગ્લવસ લગાવવા પણ જરૂરી છે.
સેટ્સ પર મુલાકાતી કે ઓડિયન્યને આવવાની મંજૂરી નહીં હોય. આઉટડોર શૂટિંગ સમયે બહારના લોકોના પ્રબંધ માટે સ્થાનિક તંત્રનો સહારો લઈ શકાય છે.
પ્રધાનમંત્રી નિવાસમાં મોરને દાણા ખવડાવતાં જોવા મળ્યા પીએમ મોદી, કવિતા પણ લખી
Corona Vaccine: મોદી સરકાર ભારતીયોને કોરોનાની રસી આપશે ફ્રી, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
ગુજરાત
Advertisement