શોધખોળ કરો

ભારે વરસાદ વચ્ચે દિલ્હી-NCRમાં આવ્યો જોરદાર ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

Earthquake: ગુરુવારે દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આસપાસના વિસ્તારોમાં લગભગ 10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Earthquake: ગુરુવારે દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આસપાસના વિસ્તારોમાં લગભગ 10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રારંભિક માહિતીમાં, તેની તીવ્રતા 4.1 જણાવવામાં આવી રહી છે. હરિયાણાના જીંદ અને બહાદુરગઢ ઉપરાંત, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

સવારે 9.04 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદમાં અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનું રોહતક હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 હતી. લોકો આંચકાથી ડરીને પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે પૃથ્વીની અંદર સાત ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, એકબીજા સામે ઘસાઈ છે, એકબીજા પર ચઢે છે અથવા એકબીજાથી દૂર જાય છે, ત્યારે જમીન ધ્રુજવા લાગે છે. આને ભૂકંપ કહેવામાં આવે છે.

ભૂકંપ માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. જેને રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ કહેવામાં આવે છે. રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ 1 થી 9 સુધીનો હોય છે. ભૂકંપની તીવ્રતા તેના કેન્દ્ર એટલે કે એપીસેન્ટરથી માપવામાં આવે છે. એટલે કે, તે કેન્દ્રમાંથી નીકળતી ઉર્જા આ સ્કેલ પર માપવામાં આવે છે. 1 એટલે ઓછી તીવ્રતાવાળી ઉર્જા ઉત્સર્જિત થઈ રહી છે. 9 એટલે સૌથી વધુ. અત્યંત ભયાનક અને વિનાશક તરંગ. જેમ જેમ દૂર જાય છે તેમ તેમ આ નબળા પડી જાય છે. જો રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 હોય તો 40 કિલોમીટરની ત્રિજ્યામાં જોરદાર ધ્રુજારી આવે છે.

દિલ્હી-એનસીઆરમાં 3 મહિના પહેલા ભૂકંપ આવ્યો હતો

19 એપ્રિલના રોજ બપોરે 12:17 વાગ્યે અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 5.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેની અસર જમ્મુ-કાશ્મીર અને દિલ્હી-એનસીઆર સુધી અનુભવાઈ હતી. જોકે, કોઈ જાનમાલનું નુકસાન થયું નહોતું.

રાષ્ટ્રીય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્રના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગોમાં પણ ભૂકંપની અસર અનુભવાઈ હતી. શ્રીનગરમાં એક વ્યક્તિએ કહ્યું- મને ભૂકંપનો અનુભવ થયો. હું ઓફિસમાં હતો, ત્યારે મારી ખુરશી ધ્રુજી ઉઠી. કેટલાક વિસ્તારોમાં લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડતા જોવા મળ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget