(Source: ECI/ABP News/ABP Majha)
ભારતીય રેલ્વેની મોટી સિદ્ધી, દેશમાં આ રેલ્વે રુટ પર દોડાવવામાં આવી પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન, જુઓ વિડીયો
First electric train : ટ્વિટર પર વીડિયો શેર કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લખ્યું- જમ્મુ અને કાશ્મીરના બડગામ-બારામુલ્લા સેક્શન વચ્ચે ઇલેક્ટ્રિક ટ્રેનનું સફળ ટ્રાયલ.
jammu and kashmir : ભારતીય રેલ્વેએ જમ્મુ અને કાશ્મીરના બડગામ-બારામુલ્લા સેક્શન વચ્ચે દેશની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેનનું સફળ પરીક્ષણ કર્યું છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે આ માહિતી આપી છે. તેમણે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે જેમાં ટ્રેનને ટ્રાયલ કરતી જોવા મળી રહી છે. ટ્વિટર પર વીડિયો શેર કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લખ્યું- જમ્મુ અને કાશ્મીરના બડગામ-બારામુલ્લા સેક્શન વચ્ચે ઇલેક્ટ્રિક ટ્રેનનું સફળ ટ્રાયલ. જુઓ દેશની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેનનો આ વિડીયો -
Successful trial of electric train between Budgam- Baramulla section in J&K.#MissionElectrification pic.twitter.com/0Vgzdm96ZX
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 28, 2022
જમ્મુ અને કાશ્મીરના ટ્રાફિક વિકાસ અને ભારતીય રેલ્વે નેટવર્ક સાથે કાશ્મીર ખીણના એકીકરણ માટે આ ઇલેક્ટ્રિક રેલ્વેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 326 કિમી કવર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તે ભારતીય ઉપખંડ પર હાથ ધરાયેલો સૌથી મુશ્કેલ નવી રેલ્વે લાઇન પ્રોજેક્ટ હોવાનું કહેવાય છે, જે અત્યંત ઠંડા વાતાવરણમાં હિમાલયના ભૂપ્રદેશમાંથી પસાર થાય છે. આસપાસ મોટા અને ઠંડા પહાડો છે. જો કે, આ યોજના સ્થાનિક વસ્તી અને સમગ્ર દેશ માટે એક મોટી ભેટથી ઓછી નથી.
જણાવી દઈએ કે વર્ષ 2005માં જમ્મુ-ઉધમપુર રેલ્વે લિંક પૂર્ણ થયા બાદ જમ્મુ અને કાશ્મીરમાં એક નવા યુગની શરૂઆત થઈ હતી. સમય જતાં ખીણમાં રેલ્વે લાઇનનું તબક્કાવાર વિસ્તરણ કરવામાં આવ્યું. જે પછી બાકીનો 18 કિમી લાંબો રેલ્વે ટ્રેક ઓક્ટોબર 2008માં અનંતનાગ-મઝોમ વચ્ચે, ફેબ્રુઆરી 2009માં માઝોમ-બારામુલ્લા સેક્શન અને ઓક્ટોબર 2009માં કાઝીગુંડ-અનંતનાગ સેક્શન વચ્ચે પૂર્ણ કરવામાં આવ્યો હતો. તેનાથી સ્થાનિક વસ્તી અને સમગ્ર દેશના લોકો જમ્મુ-કાશ્મીર સાથે જોડાઈ શકશે.