Legal News: કોર્ટમાં હવે આવા શબ્દોનો નહીં કરી શકાય ઉપયોગ, SC એ જાહેર કર્યું નવું લિસ્ટ
આ હેન્ડબુક વકીલો તેમજ ન્યાયાધીશો માટે છે. આ પુસ્તિકામાં તે શબ્દો કહેવામાં આવ્યા છે જે અત્યાર સુધી કોર્ટમાં ઉપયોગમાં લેવાતા હતા.
Court Words Handbook: સુપ્રીમ કોર્ટેમાં બુધવાર (16 ઓગસ્ટ)ના રોજ એક હેન્ડબુકનું અનાવરણ કરવામા આવ્યું. જેમાં લિંગ સ્ટીરિયોટાઇપ્સના શબ્દો છે. કોર્ટે એમ પણ કહ્યું કે તેનો ઉપયોગ ટાળવો જોઈએ. આ શબ્દોમાં અફેર, હાઉસવાઈફ પ્રોસ્ટિટ્યૂટ, ઈવ ટીઝિંગ જેવા શબ્દો પણ સામેલ છે જેને બદલવામાં આવ્યા છે.
આ દરમિયાન ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે આ હેન્ડબુક દ્વારા એ જાણવામાં મદદ મળશે કે કયા શબ્દો રૂઢિચુસ્ત છે અને તેમને કેવી રીતે ટાળી શકાય છે. તેમણે કહ્યું કે આ હેન્ડબુકમાં તે વાંધાજનક શબ્દોની યાદી છે. આ સાથે તેમની જગ્યાએ ઉપયોગમાં લેવાતા શબ્દો પણ જણાવવામાં આવ્યા છે.
CJIએ બીજું શું કહ્યું?
સીજેઆઈએ કહ્યું કે આ શબ્દોનો ઉપયોગ કોર્ટમાં દલીલો, આદેશો અને નકલ કરવા માટે થઈ શકે છે. આ હેન્ડબુક વકીલો તેમજ ન્યાયાધીશો માટે છે. આ પુસ્તિકામાં તે શબ્દો કહેવામાં આવ્યા છે જે અત્યાર સુધી કોર્ટમાં ઉપયોગમાં લેવાતા હતા. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું કે આ શબ્દો કેમ ખોટા છે. તેની મદદથી અમે મહિલાઓ વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ ટાળી શકીશું.
STORY | Supreme Court launches handbook that contains a glossary of gender unjust terms; street sexual harassment to replace eve-teasing, sex worker in place of prostitute
— Press Trust of India (@PTI_News) August 16, 2023
READ: https://t.co/bNmmx3ivaD pic.twitter.com/iVFoOdl3JG
આ શબ્દો બદલાયા
આ હેન્ડબુકમાં અફેરના બદલે લગ્નની બહારના સંબંધો, સેક્સ વર્કરની જગ્યાએ વેશ્યા/હુકર, માત્ર માતાના સ્થાને અવિવાહિત માતા, તસ્કરી કરાયેલા બાળકની જગ્યાએ બાળ વેશ્યાવૃત્તિ, જે બાળકના માતા-પિતાએ લગ્ન કર્યાં નથી તેની જગ્યાએ બાસ્ટર્ડ, ઈવ ટિઝિંગના બદલે સ્ટ્રીટ સેક્શુઅલ હેરેસમેંટ, ગૃહિણીને બદલે હોમમેકર, મિસ્ટ્રેસના બદલે એવી સ્ત્રી કે જેની સાથે પુરૂષે લગ્નેત્તર પ્રણય કે જાતીય સંબંધો બાંધ્યા હોય તેવા શબ્દોનો ઉપયોગ કરવા કહેવાયું છે.
આ સિવાય ઉશ્કેરણીજનક વસ્ત્રો/પહેરવેશની જગ્યાએ કપડાં/પહેરવેશનો ઉપયોગ, ઇફેમિનેટ (જનના)ની જગ્યાએ લિંગ તટસ્થ શબ્દો, પત્નીની જગ્યાએ વફાદાર પત્ની/સારી પત્ની/આજ્ઞાકારી પત્ની, ભારતીય સ્ત્રી/પશ્ચિમી સ્ત્રીના બદલે માત્ર મહિલા, કૉન્ક્યુબાઈન/કીપના સ્થાને એવી સ્ત્રી જે લગ્ન સિવાયના પુરુષ સાથે શારીરિક સંબંધ ધરાવે છે, આવા વાક્યો અથવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ તેમ જણાવ્યું છે.